________________
૨૭
અરણ્યકાહ લઈ પિતાના મોટા ખચ્ચરના રથમાં બેસાડી તે ચાલતે થયે. સીતાએ રામ અને લક્ષ્મણને ખૂબ બૂમ પાડી, પણ રામ-લક્ષ્મણને તે સંભળાઈ નહીં. આશ્રમથી થોડે દૂર એક વૃક્ષ પર વૃદ્ધ જટાયુ લંગડે પગે બેઠો હતો, તે સીતાની દૃષ્ટિએ પડ્યો. સીતાએ તેને બૂમ પાડી. ઘરડે છતાં એ રામને શેર મિત્ર સીતાની મદદે ઊ. એણે પિતાની ચાંચથી રાવણનાં ખચ્ચરો મારી નાખ્યાં અને રથના કૂરચે કૂચા ઉડાવી દીધા. રાવણના હાથ પણ એણે ચાંચ મારી ઘાયલ કર્યા, એટલે રાવણે સીતાને જમીન પર મૂકી એની સાથે લડવા માંડ્યું. જટાયુએ પિતાનું સર્વ બળ રાવણ ઉપર અજમાવ્યું પણ એક બાપડા વૃદ્ધ પક્ષીનું અસુર આગળ કેટલું ચાલે ? છેવટે દુષ્ટ રાવણે તલવારથી એની પાંખે કાપી નાખી. આથી એ નિર્બળ થઈ જમીન પર પડી ગયે. આ રીતે અબળાના રક્ષણ પિતાને પ્રાણ અર્પણ કરી, આ પક્ષીરાજે પિતાનું જીવતર ધન્ય કર્યું.
૧૦. રામાયણમાં વાનર નામની એક જાતિનું વર્ણન આવે છે. એ પ્રાણુઓ દેખાવમાં કાંઈક માણસને અને
= કાંઈક વાંદરાને મળતાં હતાં. વાંદરાની માફક
* એમને ડિલે લાંબા કેશ અને પુરછ હતાં. તેઓ ફળ, મૂળ અને કન્ડ ઉપર રહેતાં, અને ભાગ્યે જ વસ્ત્રને ઉપગ કરતાં. પણ એમનામાં માણસને મળતી રાજ્યવ્યવસ્થા હતી, અને એમની વાણીની શક્તિ અને બુદ્ધિને વિકાસ માણસને જે જ હતું. સદાચાર, નીતિ, શીલ,
વાન