________________
૨૪
રામ
એક તરફ એકલા રામ અને બીજી તરફ રાક્ષસોનો ભયંકર સંગ્રામ શરૂ થયું. આખરે રામે તે સને નાશ કરી જય મેળવ્યું.
૬. એક જ પુરુષને હાથે પિતાના ભાઈ અને આટલા બધા રાક્ષસને સંહાર થયેલો જોઈ શૂર્પણખા લંકામાં રાવણ
પાસે દેડી. રાવણ તે વખતે સૌથી બળવાન વણ
રાજા હતો. એને રાજ્યભ ત્રણે લેકમાં સમાતે નહેતે. વળી, એ જાતે બ્રાહ્મણ હેવાથી વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ હતો. સર્વ પ્રકારની મંત્રવિદ્યા અને નિશાનવિદ્યામાં તે કુશળ હતું. રાજ્યપદ્ધતિ રચવામાં નિપુણ હતે. એનું રાજ્ય માત્ર લંકામાં જ નહીં, પણ ભરતખંડના ઘણા ભાગમાં હતું અને ત્યાં એનું લશ્કર પડયું રહેતું. એના રાજ્યમાં દશે દિશામાં શું થાય છે તેની એને ઝીણામાં ઝીણી ખબર પડતી; અને તેથી એ દશાનન એટલે દશે દિશાએ મુખવાળે કહેવાતે. એનું રાજ્ય પ્રજાને ત્રાસરૂપ, પૃથ્વીને ભારરૂપ હતું. એ અત્યંત મદાંધ અને કામી હતું, હજારે સ્ત્રીઓને એણે પિતાને ત્યાં પૂરી રાખી હતી. તપસ્વીઓ અને બ્રાહ્મણ પાસેથી પણ એ કર લેતે. એના બળનું એને એટલું અભિમાન હતું કે પિશાચ, રાક્ષસ, દેવ કે દૈત્ય કેઈને હાથે પણ મરવાની એને બીક નહોતી લાગતી. માણસજાતને તે એ ગણકારે જ શાનો? શૂર્પણખાએ એની આગળ જઈ લક્ષ્મણે કરેલાં અપમાનની અને રામનાં પરાક્રમની વાત કહી. પણ એ અપમાન અને યુદ્ધનું ખરું કારણ ન જણાવતાં રાવણને એવું સમજાવ્યું કે, “રામની