________________
અયોધ્યાકાણુડ એની બુદ્ધિ અને શુભ ભાવનાઓને દાબી નાખી હતી, તેથી વૈધવ્ય પ્રાપ્ત થતાં તેને ઝાઝું દુઃખ થયું નહીં.
૧૨. દશરથના મરણ પછીની વ્યવસ્થા વસિષ્ઠને માથે આવી પડી. એણે તરત જ ભરતને તેડાવવા દૂત મેકલ્યા, પણ ધ્યાના કશી ખબર ન કહેવા એને સૂચના કરી; કારણ કે કેકેયીના પિતાના કુળમાં કન્યાવિક્યને રિવાજ હતું, અને તેથી આ સંધિ જોઈને એને પિતા દીકરીનું રાજ્ય પચાવવા હલ્લો કરે એ સંભવ હતે.
૧૩. ભરત અને શત્રુક્ત થોડા દિવસમાં અધ્યા આવી પહોંચ્યા. શહેરમાં સર્વત્ર શેકદર્શક ચિને જોઈ
એમને અનેક પ્રકારની અમંગળ શંકાઓ ભરતનું થવા લાગી, પણ સારથિ તરફથી કશી ચક્કસ આગમન અને
* બાતમી મળી નહીં. ભરત સીધો કેકેયીને હૈકેયીને પકે મંદિરે જઈ માતાને પગે પડ્યો, અને પિતાના
કુશળ સમાચાર પૂછળ્યા. જાણે એક પારકા માણસને એના પિતાના મરણના સમાચાર સંભળાવી ધેય રાખવા દિલાસે આપતી હોય, તેમ કૈકેયીએ દશરથના ખબર આપ્યા. સાથે સાથે રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસની હકીકત પણ કહી, અને ભરતને રાજા તરીકે સંબોધન કરી અભિનંદન આપવા લાગી.
૧૪. પણ કૈકેયીની ધારણા કરતાં ભરત જુદા જ પ્રકારને પુત્ર નીકળે. કૈકેયીનું દુશ્ચરિત સમજવામાં આવતાં જ એના સંતાપને પાર ન રહ્યો. એણે કૈકેયીને