________________
બુદ્ધ, મહાવીર વગેરે સર્વ ઇક્વાકુ કુળના હતા એવું જણાવવામાં આવે છે. ( ૪. કેસલ પ્રાન્ત – એટલે અયોધ્યાની આજુબાજુના મુલક–માં ઘણાં વરસે સુધી રઘુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા, તેમાં દશરથ નામે એક રાજા થઈ ગયા. એને કૌસલ્યા, સુમિત્રા ને કૈકેયી નામે રાણીઓ હતી. દશરથને છેક પાકી ઉંમરે ચાર પુત્રો થયા. મેટા શ્રી રામ કૌસલ્યાને પેટે, લક્ષમણ અને શત્રુન સુમિત્રાને ઉદરે અને ભરત વૈકેયીને કખે અવતર્યા. રામને જન્મ ચૈત્ર સુદિ નવમીને દિવસે મધ્યાહુને ઊજવવામાં આવે છે, અને ભરતને ત્યાર પછી એકાદ દિવસમાં અને લક્ષ્મણ તથા શત્રુન ત્યાર પછી એકાદ દિવસે જેડિયા ભાઈ તરીકે જન્મ્યા હતા એમ માનવાની પદ્ધતિ છે. ચારે ભાઈઓની વયમાં નામનો જ તફાવત હતું, છતાં એટલા અલ૫ કાળના અન્તરથી થયેલા વડીલ પ્રત્યે પણ નાનાએ આજ્ઞાધીનપણે વર્તવું એવી એમને કેળવણું આપવામાં આવી હતી. હવે બાળક થવાની આશા નથી એમ તદ્દન નિરાશ થયેલા વૃદ્ધ પિતાને અણધાર્યા ચાર છોકરાઓ થવાથી તેમના ઉપર એને અતિશય પ્રેમ હતું, અને ચારે ભાઈઓને પણ
૧. બુદ્ધ, મહાવીર – ઈક્વાકુ કુળની બીજી બે શાખાઓ - શાક્ય અને જ્ઞાતૃ નામની – તેમાં એ મહાન પુરુષોને જન્મ થયેલ મનાય છે.
૨. કૌસલ્યા, છેકેયી–એટલે કેસલ અને કેકેય પ્રાન્તની. કેકેય પ્રાત પંજાબ અને કાશમીર વચ્ચે સમાઈ જાય.