________________
૧૧૪
કૃષણ પણ તેમને મારવા યાદ ઊઠયા, ત્યારે તેમણે પણ શ ઉઠાવ્યાં. શસ્ત્રો ન મળ્યાં, એટલે સમુદ્રતીરે ઊગી નીકળેલી મોટી મોટી ડાંગ જેવી સોટીઓ લઈ તેથી સર્વે ભાંડયા. ફક્ત સ્ત્રીઓ, છોકરાં, દ્વારિકામાં રહેલાં વૃદ્ધ જને અને રામ તથા કૃષ્ણ સિવાય સ યાદવ ક્ષત્રિયેને આ દારની ધૂનમાં નાશ થયે. કૃષ્ણના સર્વે પુત્ર-પૌત્રે પણ આ યુદ્ધમાં પડ્યા.
૫. ભારતીય યુદ્ધની શરૂઆતમાં કુળના સંહારથી જ અનિષ્ટ પરિણામે નિપજવાની અર્જુનને ધાસ્તી હતી, તે સર્વ સાચી પડી. અસુરના નાશથી ભૂભાર ઉતારવાની કૃષ્ણની મુરાદ એ વ્યકિતઓના સંહાર પૂરતી સાચી પડી, પણ આસુરી સંપત્તિને નાશ થયે નહીં. એ તે રબરની કોથળીમાં ભરેલી હવાની માફક ડાબે ખૂણો દાબતાં જમણે ખૂણે અને જમણો ખૂણે દાબતાં ડાબે ખૂણે ફૂલી ઊઠેલી જણાઈ !
૬. કૃણે પિતાના સારથિને બોલાવી આ ભયંકર હકીકત હસ્તિનાપુર જઈ પાંડવોને જણાવવા કહ્યું અને
યાદવાની સ્ત્રીઓ તથા બાળકને દ્વારિકાથી
લઈ જવા અર્જુનને સંદેશે કહેવડાવ્યું. સારથિ હસ્તિનાપુર ગયો અને કૃષ્ણ સ્ત્રીઓ તથા બાળકોને દ્વારિકા પહોંચાડવાં. બળરામે પ્રાણને નિરોધ કરી દેહ છોડવા સમુદ્રકિનારે આસન વાળ્યું. કૃષ્ણ દ્વારિકા જઈ વસુદેવ-દેવકીના પગમાં માથું મૂકી સર્વે શેકજનક સમાચાર સંભળાવ્યા અને ગથી પ્રાણત્યાગ કરવાને પોતાનો નિશ્ચય જણાવ્યું.
નિર્વાણ