________________
યુદ્ધપ
૧૦૫
અધ્યયન કરવું, ઇંદ્રિયા અને મનને સંયમમાં રાખી ભક્તિ કરવી અને સત્ય, દયા, ક્ષમા, અહિંસા, બ્રહ્મચય ઇત્યાદિ ગુણા વધારવા, એટલે પેાતાની યાગ્યતા પ્રમાણે પેાતે જ પેાતાની મેળે ગીતાને સમજતે જશે, અને જેમ જેમ તેની ચેાગ્યતા વધશે તેમ તેમ તેમાં નવું રહસ્ય સમજાશે. જ્યાં સુધી ગીતાનું રહસ્ય સમજાયું ન હોય ત્યાં સુધી સત્કર્મોંમાં પ્રીતિવાળા થવું, પેાતાનાં દેશ, કાળ, વય, પરિસ્થિતિ, જાતિ, શિક્ષણ, કુળ વગેરેના સંસ્કારોને અનુસરી જે કન્યકર્માં પ્રાપ્ત થાય તે ધબુદ્ધિથી, એ દ્વારા પરમપદની પ્રાપ્તિ માટે લાયકાત મેળવવાની ઈચ્છાથી કર્યાં જવાં. આ માગ નિર્ભયતાનેા છે. એ રીતે વન રાખનારની ઉન્નતિ થયા વિના રહે જ નહી'.
૭. કહેવાય છે કે વિ. સ. પૂર્વે ૩૦૪૬ના વર્ષના માગશર સુદ ૧૧થી અઢાર દિવસ સુધી ઘનાર યુદ્ધ ચાલ્યું. એ લડાઈની બધી વાતા અહીં કહેવી પાલવે યુદ્ધગણુ ન નહીં. એમાંના કૃષ્ણને લગતા બેચાર પ્રસંગે જ અહીં વર્ણવીશું. દશ દિવસ સુધી ભીષ્મ કૌરવાના અને ભીમ પાંડવાના સેનાપતિ હતા. જોકે પાંડવા કૌરવાને કચ્ચરઘાણ તે ખૂબ કરતા, પણ ભીષ્મ હોય ત્યાં સુધી જીતવું કઠણ હતું. નવમે દિવસે ભીષ્મે પાંડવાનું ખૂબ નુકસાન કર્યું. અર્જુનને બચાવવા કૃષ્ણે રથને ફેરવવામાં પેાતાની સવ કુશળતા દાખવી, તાપણુ અર્જુન મૂતિ થયા. આ આ જોઈ કૃષ્ણને બહુ માઠું લાગ્યું. એમને થયું કે ભીષ્મ પોતે પવિત્ર અને પૂજનીય હોવા છતાં કૌરવાના પક્ષ તાણી