________________
યુદ્ધપર્વ
૧૦૩ ચેતવ્ય. મહાભારતના વિદુરનીતિ નામે ભાગમાં એણે ધ્રુતરાષ્ટ્રને આપેલી શિખામણને સમાવેશ થાય છે. વ્યવહારમાં ધર્મનીતિ કેવી હોય અને કેવી રીતે જાળવી શકાય એનું એમાં વિવેચન છે. કૌર પિતાની હઠ છોડતા નથી એમ જ્યારે એને લાગ્યું ત્યારે એણે કીરને ત્યાગ કર્યો અને હસ્તિનાપુર છેડી તીર્થે ચાલી નીકળ્યા. કૃષ્ણ પોતે શસ્ત્ર ન ઉગામવાને નિશ્ચય કર્યો, પણ પાંડવોના પક્ષમાં ભળ્યા. આ રીતે આ ત્રણ જ્ઞાની અને મહાત્મા પુરુષોએ કુટુંબકલેશમાં ત્રણ જુદી જુદી જાતના ભાગ ભજવ્યા. એકે અન્યાયી છતાં ચાલુ મુકુટધારી રાજાને ટકાવી રાખવામાં જગતનું કલ્યાણ માન્યું, બીજાએ એનો ત્યાગ કરી મૌન ધરવાનું ઉચિત માન્યું, અને ત્રીજાએ એ રાજાને નાશ કરવામાં જ પુરુષાર્થ મા. સત્યાસત્યને ઠીક વિવેક કરી શકનારાઓમાંયે આવી ત્રણ પ્રકારની દૃષ્ટિ દરેક કાળમાં જોવામાં આવે છે, અમુક સમયે ચક્કસ ધર્મ છે એ ઠરાવવું કેટલું મુશ્કેલ છે તે એ બતાવે છે, અને તેથી, પિતાને જે સત્ય લાગે તે આચરતાં છતાં જુદે માર્ગ લેનારાની પ્રામાણિક્તા વિષે દેવારે પણ ન કરવાનું શીખવે છે.
- પ. બંને બાજુથી લડાઈની તૈયારીઓ થઈ કુરુક્ષેત્રમાં બન્નેનાં દળે બેઠવાયાં. કૃષ્ણ અર્જુનનું સારથિત્વ લીધું.
આ પ્રસંગને, મહાભારતના કવિઓએ તત્ત્વઅર્જુનને
' જ્ઞાનની દષ્ટિએ તપાસી ધમધમનું શાસ્ત્ર વિષાદ
વિચારવામાં સાધનરૂપ બનાવ્યું છે. પ્રસંગ એમ આયે છે કે જાણે લડાઈ શરૂ કરવાની અણી વખતે