________________
ધૃતપર્વ
બલિ થઈ પડ્યા. એણે રમવાનું કબૂલ કર્યું. શકુનિ પાસા નાખવામાં હોશિયાર હતા અને કપટથી ધારેલા પાસા નાખી શક્ત હતો. એણે દુર્યોધનની વતી પાસા નાખવા માંડ્યા. રમવામાં નાણાની, રથસંપત્તિની, અશ્વગજસંપત્તિની એમ એક પછી એક શરત બકાવા માંડી. પણ દરેક દાવે યુધિષ્ઠિર હારવા લાગ્યા. છેવટે, ધર્મરાજાએ પોતાના ભાઈઓને પણ એક પછી એક હેડમાં મૂકવા માંડ્યા. ૧ ભાઈઓને દાસ કરી પોતે પણ દાસ થવાનું પણ મેલી હાર્યા. આટલું શકુનિને પૂરતું લાગ્યું નહીં. એ બે : “ધર્મ, હજી એક પણ બાકી છે. એ પણ છતીશ તે સર્વ પાછું આપીશ. તારી સ્ત્રીને પણમાં મૂક.” આ નિર્લજ્જ પ્રસ્તાવ સાંભળી સભા “ધિક્ ધિક્ ” પોકારી ઊઠી. પણ રાજાના અવિવેકની નિદ્રા હજુ ઊડી નહીં. તેણે સતી દ્રૌપદીને પણમાં મૂકી. શકુનિએ પાસા નાખ્યા અને “જીત્યા, જીત્યા” એવી બૂમ મારી.
૩. આ પછી દુર્યોધનને ભાઈ દુઃશાસન રજસ્વલા દ્રૌપદીને સભામાં નિજપણે ખેંચી લાવ્ય, અને એનું
વસ્ત્ર ખેંચી લેવા લાગે. ભયભીત થયેલી દ્રોપદી
મહાસતી દ્રૌપદીએ ભીષ્મ, દ્રોણ અને પિતાના વસ્ત્રહરણ
* પતિઓ સામે જોયું, પણ કેઈએ એના રક્ષણાર્થે આંખ સરખી ઊંચી કરી નહીં. છેવટે એ અનન્ય ભાવથી પરમાત્માને શરણે ગઈ અને મર્યાદાવાળી છતાં
૧. પાછળ જુઓ નોંધ ૭મી.
તા-૧૭