________________
પહવયવ ૪. આવી રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. એટલામાં એક દિવસ કેટલાએક રાજાએ તરફથી એક દંત શ્રીકૃષ્ણ પાસે આવ્યો. તેણે જણાવ્યું કે મધ્ય દેશમાંથી કૃષ્ણ નીકળી જવાથી જરાસંધનું બળ અતિશય વધી ગયું છે અને તેણે
કડ રાજાઓને જીતીને કેદમાં પૂર્યા છે. હવે તેને વિચાર એ સર્વે રાજાઓનું બલિદાન કરી પુરુષમેધ કરવાનું છે, એથી એ સર્વે કૃષ્ણનું શરણ ઇચ્છે છે. દૂતના આ સંદેશા પર કૃણ વિચાર કરતા હતા, એટલામાં યુધિષ્ઠિર તરફથી એક તે આવી એમને તાબડતોબ ઈન્દ્રપ્રસ્થ આવવા વિનંતી કરી. કૃષ્ણ તરત જ ઇન્દ્રપ્રસ્થ ગયા. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની એમના બંધુ અને મિત્રોએ સલાહ આપી હતી, તે બાબતમાં કૃષ્ણને અભિપ્રાય પૂછવા રાજાએ કૃષ્ણને તેડાવ્યું હતું.
પ. દિગ્વજય કર્યા સિવાય રાજસૂય યજ્ઞ નિર્વિન થઈ શકશે નહીં એમ વિચારી કૃણે યુધિષ્ઠિરને જણાવ્યું કે
જ્યાં સુધી જરાસંધ સાર્વભૌમપદ ભોગવે છે જરાસ વધ
* ત્યાં સુધી યજ્ઞની આશા રાખી શકાય નહીં; માટે પ્રથમ એની ઉપર વિજય મેળવવું જરૂર છે. પછી કૃષ્ણની જ સલાહથી ભીમ, અર્જુન અને કૃષ્ણ જરાસંધની રાજધાની પ્રત્યે ગયા, અને ત્રણમાંથી કઈ પણ સાથે મલ્લયુદ્ધ કરવા જરાસંધને કહેવડાવ્યું. જરાસંધે ભીમને પ્રતિપક્ષી તરીકે પસંદ કર્યો. આ વખતે એનું વય એંશી
૧. પાછળ જાઓ નોંધ ૩જી. ૨. પાછળ જુઓ નેંધ ૪થી.