________________
૯
કૃષ્ણ
પાછા ફર્યાં. ધાળપુર પાસે કૃષ્ણના અને કાલયવનના ભેટા થયેા. શ્રીકૃષ્ણે કાલયવનના સૈન્યને ધાળપુરના ડુંગરમાં લઈ જઈ એક અડચણવાળી જગામાં ફસાવ્યું. આથી ક્રાધે ભરાઈ કાલયવન એકલેા જ કૃષ્ણની પાછળ પડચો, પણ એક મુચકુન્દ નામે રાજાના ભાગ થઈ પડયો.
૧૫. કાલયવનના મરણથી એની સેના અવ્યવસ્થિત થઈ ગઈ અને કૃષ્ણે તેના સહેલાઈથી પરાભવ કર્યાં. પાતાની સ્થાદિ સર્વ સંપત્તિ છોડીને તેમને નાસવું પડ્યુ. કૃષ્ણ તે સંપત્તિ લઈ દ્વારિકા આવ્યા. યાદવાએ મથુરાને ત્યાગ કીધાથી જરાસંધને પણ ચડાઈ અટકાવવી પડી અને પેાતાને દેશ પાછા જવું પડ્યું.
દ્વારિકાપવ
દ્વારિકામાં કૃષ્ણે એક સુંદર શહેર વસાવ્યું. પાતાના પિતા વસુદેવને યાદવોના રાજા તરીકે અભિષેક કર્યાં. બળદેવને યુવરાજ હરાવ્યા. દશ વિદ્વાન યાદવાનું એક મંત્રીમડળનીમ્યું અને બીજા વીર યાદવાને મુખ્ય પ્રધાન, સેનાપતિ વગેરેનાં પદે આપ્યાં. પોતાના ગુરુ સાંદીપનિને ઉજ્જયનીથી બોલાવી રાજ પુરહિત તરીકે નીમ્યા. માત્ર પાતે જ કાઈ પણ પદ્મ વિનાના રહ્યા. પણ મુકુટધરને મુકુટ, પદવીધાની પદવી અને મંત્રીઓની મત્રણા એમના વડે જ હતી એ કોઈનું અજાણ્યું નહતું.
દ્વારિકામાં
વસવાટ