________________
યુવાનોના મનને ભ્રષ્ટ કરનાર દરેક સાહિત્ય પર પ્રતિબંધ મૂકો. તેમનાં મનને તંદુરસ્ત વિચારો ને આદર્શાવાળું સાહિત્ય પૂરું પાડો.
જે મનુષ્ય ખૂન કરે, જે તમારા પૈસા ચોરે, જે તમને છેતરે તેને કાયદો શિક્ષા કરે છે. પણ દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય યુવાનોના મનમાં દુષ્ટ વિચારોને પ્રેરવાનું જે દુષ્કૃત્ય કરે છે, તેની સરખામણીમાં ઉપરના બધા ગુના શુદ્ર છે.
તે દુનિયા ઉપરના અનેક ખૂનનો પ્રેરક છે. તે જ્ઞાનરૂપી તમારી સર્વોત્તમ સંપત્તિને ચોરી લે છે. તે અમૃતને નામે તમને ઝેર આપીને છેતરે છે. નવી સંસ્કૃતિના કાયદાઓ આવા આસુરી જીવોને સખત શિક્ષા કરશે.
જે લોકો તત્ત્વજ્ઞાન, ધર્મ ને અધ્યાત્મશાસ્ત્ર શીખવાની રુચિવાળા હોય તેમને નવી સંસ્કૃતિ દરેક પ્રકારની સગવડ આપશે, અને શાળાઓ તેમજ કોલેજોમાં આનો અભ્યાસ ફરજિયાત કરશે. તે તત્ત્વજ્ઞાન અભ્યાસીઓને સ્કોલરશિપ આપશે. જેઓ ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં શોધખોળ કરે તેમને તે પારિતોષિકો અને ખિતાબો આપશે. મનુષ્યના હૃદયના અંતઃસ્થલમાં રહેલી આધ્યાત્મિક વૃત્તિને પૂરેપૂરી ખીલવી સાક્ષાત્કાર માટે પ્રયત્નશીલ બને તે માટે દરેક યોજનાને તેમાં સ્થાન હશે.
આ નવસંસ્કૃતિનાં ફળ એટલાં મહાન અને મધુર હશે કે તે મેળવવા માટે દરેક મનુષ્ય આ સંસ્કૃતિના નિર્માણમાં પોતાનો ફાળો આપવો જોઈએ. આ સંસ્કૃતિમાં દરેક મનુષ્ય ધાર્મિક જીવન જીવવાનો, પોતાના જાતિભાઈઓની સેવા કરવાનો અને પોતાની સંપત્તિ બીજાઓ સાથે ભોગવવાનો આતુરતાપૂર્વક પ્રયાસ કરશે. તે સર્વને ચાહશે, કારણ કે દરેકના હૃદયમાં પોતાનો જ આત્મા રહેલો છે એનું તેને ભાન હશે. આથી તે બધા પ્રાણીઓના હિત માટે પ્રયાસ કરશે.
જેમાં બધા લોકો પોતાની માલિકીની વસ્તુઓ બીજાઓ સાથે મળીને ભોગવતા હોય અને દરેકની સેવા કરતા હોય તે સમાજ કેવો આદર્શ હોય! જેમાં બધા માણસો સ્વેચ્છાપૂર્વક બીજાઓની સેવા કરવાને તૈયાર હોય તેમાં કર અને ટેક્સની જરૂર કેવી? જયારે લોકો સગુણમાં જ આસક્ત હોય ત્યારે પોલીસ અને લશ્કર શા કામના?
માટે આ જ આદર્શ છે. આ આદર્શને સિદ્ધ કરવાને માટે જ દરેકે સંકલ્પબળ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ઈશ્વરના આશીર્વાદ સર્વના પર ઉતરો !
-
~~~~શ્ન ૧૧૨
——————————