________________
સાધકમાં કંઈક મેળવવા માટે અંતરમાં ઇચ્છા હોય ત્યાં સુધી તે ઈશ્વરથી ઘણે દૂર છે. નીતિ ને સદાચારના નિયમોનું કડક રીતે પાલન કરો.
પ્રથમ દુનિયાદારી સ્વભાવને બદલો. જો તમે તદ્દન વાસનાહીન, સંકલ્પણીન, વૃત્તિહીન બનો, જો તમારી માનસિક વૃત્તિઓ સંપૂર્ણ રીતે નાશ પામે તો શુદ્ધિથી વગર પ્રયાસે તમારી કુંડલિની ઊંચી ચડશે. મનની અશુદ્ધિને દૂર કરો. આથી તમને અંતરમાંથી મદદ ને શક્તિ પ્રાપ્ત થશે. ૯. વિકસિત વિચારશક્તિવાળો ચોગી
જે યોગીએ પોતાની વિચારશક્તિનો વિકાસ કર્યો છે તેનું વ્યક્તિત્વ મોહક અને આકર્ષક હોય છે. જેઓ તેના સહવાસમાં આવે છે તેઓ તેની મધુર વાણી, પ્રભાવશાળી ભાષણ, તેજસ્વી આંખો, ઉત્સાહી ચહેરો, મજબૂત તંદુરસ્ત શરીર, આકર્ષક રીતભાત, સદાચાર અને દિવ્ય ગુણોથી પ્રભાવિત થાય છે.
લોકો તેની પાસેથી આનંદ, શાંતિ અને શક્તિ મેળવે છે. તેઓ તેની બોલીથી પ્રેરણા પામે છે અને માત્ર તેના સત્સંગથી જ તેઓ ઉન્નતિ મેળવે છે.
વિચાર ગતિશીલ છે. સંકલ્પમાં મહાન બળ રહેલું છે. યોગી હિમાલયની એકાંત ગુફામાં રહેતો હોય તો પણ પોતાના પ્રબળ સંકલ્પો દ્વારા આખા સંસારની શુદ્ધિ કરી શકે છે.
લોકોને મદદ કરવા માટે પ્લેટફોર્મ પર આવી ભાષણ કરવાની અને ઉપદેશ આપવાની તેને જરૂર પડતી નથી. સત્ત્વ પોતે જ પ્રબળ શક્તિ છે. જે ચક્ર બહુ જ ઝડપથી ગતિમાન હોય તે સ્થિર લાગે છે. એવું જ સત્ત્વનું અને સાત્વિક માણસનું બળ છે. ૧૦. અનંત શક્તિ તરફ લઈ જનાર વિચારરૂપી વહાણ
જીવન એ અશુદ્ધિથી શુદ્ધિ, તિરસ્કારથી વિશ્વપ્રેમ, મૃત્યુથી અમરતા, અપૂર્ણતાથી પૂર્ણતા, ગુલામીથી સ્વતંત્રતા, ભેદભાવથી અભેદતા, અજ્ઞાનથી શાશ્વત જ્ઞાન, દુઃખથી સુખ અને નિર્બળતાથી અનંતબળ તરફ જવા માટેની યાત્રા છે.
તમારી દરેક વિચાર તમને ઈશ્વર નજીક લઈ જાઓ અને તમારા વિકાસક્રમમાં એક ડગલું આગળ ધપાવો !
--)
–