________________
કરેલું છે અને દૈત્યો દાનવોએ તથા યક્ષ અને રાક્ષસોએ સંધ્યા સમયે ભોજન કરેલું છે. આ દેવો વગેરેની ભોજનવેળાએ ઓળંગીને જે રાત્રિભોજન કરે છે તે ખરેખર અભોજન છે. એટલે નુકશાનકારી ભોજન છે.
રાત્રિભોજન ત્યાગ કરનારને લાભ ये रात्रौ सर्वदाडडहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ।।
જે પુણ્યાત્માઓ રાત્રે બધા જ આહારોનો (પાણી પણ) ત્યાગ કરે છે તેઓ એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મેળવે છે.
नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहिणा च विवेकिना ।।
હે યુધિષ્ઠિરા ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી ન પીવું જોઈએ.
त्वया सर्वमिदं व्याप्तं, ध्येयोडसि जगतां रवे । त्वयि चास्तमिते देव! आपो रुधिरमुच्यते ।।
હે સૂર્ય તારાથી આ સઘળું જગત વ્યાપ્ત છે, અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ! તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર ગણાય છે.
नक्तं न भोजयेद्यस्तु, चातुर्मास्ये विशेषतः । सर्वकामानवाप्नोति, इहलोके परत्र च ।।
- યોગવાશિષ્ઠ પૂર્વાર્ધ શ્લો. ૧૦૮. જે આત્મા રાત્રિભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોનો પામે છે.
(૧)