________________
પડી જાય છે તેથી પેટ બગડે. પેટના કારણે આંખ, કાન, નાક, માથા વગેરેની બિમારીઓને આવતા વાર નથી લાગતી! સૂર્યના પ્રકાશમાં સૂક્ષ્મજીવાણુઓની ઉત્પત્તિ થતી નથી. સૂર્યનો પ્રકાશ સૂક્ષ્મ જીવાણુઓ માટે અવરોધક તત્વ છે. પરદેશમાં અમુક મેઝર ઓપરેશનો મોટા મોટો ડોક્ટરો પણ દિવસે જ કરે છે. ભોજન પચાવવા માટે જરૂરી ઓક્સીજનનું પ્રમાણ સૂર્યની હાજરીમાં મળે છે. રાત્રે હોજરીનું કમળ બીડાઈ જાય છે. જે સૂર્યોદય થયા બાદ ખીલે છે... અર્થાત્ શારીરિક દ્રષ્ટિએ પણ રાત્રિભોજન કુપચ્ચ જ છે!
રાત્રિભોજન - સર્વસામાન્ય દ્રષ્ટિએ ૦ રાત્રિભોજનના ત્યાગથી શરીર રક્ષા અને આત્મરક્ષા
બંને થાય છે. તન-મન આત્માને દરેક દ્રષ્ટિએ રાત્રિભોજન એ ભયંકર હાનિકર્તા છે. એ દરેકને સ્વાનુભવસિદ્ધ વિષય બની ગયો છે. માટે જાગ્યા ત્યારથી સવાર સમજો. રાત્રિભોજનના ત્યાગી બનો. ચકલી-પોપટ-કાગડા-કબૂતર વગેરે પક્ષીઓ પણ સૂર્યાસ્ત થયા પછી ચણનો ત્યાગ કરી પોતપોતાના સ્થાને પહોંચી જાય છે. રાત્રે ગમે તેવો પ્રકાશ હોય તો પણ ઉડતા
નથી કે ભોજન કરતા નથી. • કાળની દ્રષ્ટિએ પણ રાત્રિના કાળ એટલે મોટે ભાગે પાપાચરણનો કાળ છે. કુશીલો પરસ્ત્રી-વેશ્યામાં, પરપુરુષોના મન ભોગના પાપમાં પાગલ હોય છે. ચોરો ચોરી કરવામાં મશગૂલ હોય છે. જુગારીઓ નાઈટ ક્લબમાં, દારૂડીયા દારૂના બારમાં, ડાન્સરોના અર્ધનગ્ન
(૫૦)