________________
૫૦. કેળાની છાલ જેવી વસ્તુઓ રસ્તા પર છુટ્ટી ફેંકવી
નહિં. ૫૧.
મગ વગેરે કઠોળ રાંધતા પહેલા લાંબો સમય પલાળી રાખવાથી તેમાં ફણગા ફૂટવાની સંભાવના છે. તેથી, લાંબો સમય પલાળી ન રાખો. ફણગા ફૂટેલ કઠોળ કે અનાજ ન વાપરો. એ અનંતકાય છે. પોંક પણ ન
વાપરો. એ અનંતકાય છે. પર. ઢોકળા, ઈડલી, જલેબી વગેરેનો આથો રાત્રે ન
પલાળવો. શરીરના ખુલ્લા ભાગ ઉપર ક્યાંય પણ ખંજવાળ આવે તો ખંજવાળતા પહેલા બારીકાઈથી જોઈ લો કે કોઈ સૂક્ષ્મ જંતુ તો નથી બેઠું ને! અને, પીઠ વગેરે ભાગમાં દ્રષ્ટિ ન પહોંચે તો ખંજવાળતા પહેલા પોચા હાથે
હાથરૂમાલ સહેજ ફેરવી દેવો. ૫૪. કપડા ધોવા નાંખતા પહેલાં આગળ પાછળ કરીને,
ઊંધાચત્તા કરીને તથા ખીસ્સા બહાર કાઢીને બરાબર
જોઈ લો તેમાં કોઈ જીવજંતુ તો નથીને. પપ. કોઈપણ નાના કે મોટા વાસણમાં પાણી, ખાદ્યપદાર્થ,
અનાજ કે કોઈપણ ચીજ ભરતા પહેલાં બરાબર જોઈ
લો કે તેમાં ખૂણે-ખાંચરે કોણ સૂક્ષ્મ જંતુ તો નથીને! પક. બારી-બારણાં ખોલતા-બંધ કરતા પહેલા સહેજ
ખખડાવો જેથી ખાંચામાં ક્યાંય ગરોળી ભરાયેલી હોય તો અવાજ સાંભળીને ખસી જાય. બારી-બારણાં ખોલબંધ કરતા પૂર્વે દષ્ટિથી બરાબર જોઈ લો.
(૩૦)