________________
'વાંદાની રક્ષા કરો
૧. વોશ-બેસીનમાં, મોરીમાં કે બાથરૂમ-સંડાસમાં સતત
ભીનાશ રહેવા ન દો. ૨. સાંજે વાસણો સાફ કર્યા બાદ મોરી બરાબર સાફ
કરવી, પાણી લૂછી નાંખવું, અને ખાળની જાળી ઉપર
તથા આજુબાજુમાં કેરોસીનનું પોતું કરી દો. ૩. ગટરનાં ઢાંકણાં પેક બંધ રાખો. જ્યારે ખોલવું પડે
ત્યારે ધ્યાન રાખો. ઢાંકણું ખુલતા જ વાંદા બહાર ધસી આવશે, પગ નીચે દબાઈ ન જાય તેનું ધ્યાન
રાખો. ૪. એક મોટા ચોરસ ડબ્બામાં નાળિયેરનાં છાલાં, જૂના
કપડાં, થોડા કોલસા વગેરે ભરીને ઉપર ખાખરા કે કડક પુરીના ટુકડા મુકો. જ્યાં વાંદા ખૂબ થયા હોય ત્યાં આ ડબ્બો મૂકો. વાંદાઓ આ ડબાના પોલાણમાં આવીને ભરાઈ જશે. ૪-૫ દિવસ બાદ સંધ્યા સમયે ડબો દૂર કોઈ અવાવરૂ સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ ખાલી કરો. વાંદા બહાર નીકળી જાય પછી ફરી છાલાં અને ટુકડા તેમાં ભરી ડબો પાછો ઘરમાં મૂકો. આ રીતે વારંવાર કરવાથી વાંદા બિલકુલ નીકળી
જશે.
૫. સૂકા ચૂનાનો વિવેકપૂર્વક ઉપયોગથી પણ વાંદા દૂર
રહે છે.
(૨૫)