________________
કીડીને ઓળખો
કીડીને કોણ ન ઓળખે? તે નાની પણ હોય, મોટી પણ હોય, તે કાળા રંગની પણ હોય, લાલ રંગની પણ હોય, તે છુટી-છવાઈ પણ હોય અને જથ્થાબંધ પણ હોય.
- કીડી ઈન્દ્રિય ત્રસ જીવે છે. તેની કાયા ઘણી કોમળ હોય છે. સહેજ દબાણમાં આવતાં તે મરી જાય છે. તેની ધ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. મીઠા અને ચીકણા પદાર્થોથી તે ખૂબ આકર્ષાય છે. ખાદ્યપદાર્થો વેરાય કે ઢોળાય ત્યાં અચાનક જથ્થાબંધ કીડીઓ ભેગી થઈ જાય છે.
કીડીનું શરીર ઘણું બારીક છે. ધ્યાનથી જોવાથી ચાલતી વખતે રસ્તા પર કીડી દેખી શકાય છે.
લાલ કીડી વધારે બારીક હોય છે. તેનો ડંખ પણ તીવ્ર હોય છે. તે ઘણીવાર ચામડી પર ચોંટી જાય છે અને ઘણાં પ્રયત્ન છતાં ઉખડતી નથી. ત્યારે તેને બચાવવા ખૂબ ધીરજ અને સાવધાની રાખવી પડે છે. કદાચ ન ઉખડે તો તે સમયે પાણીનું એક ટીપું નાંખવાથી તરત છુટી પડી જશે.
(૧૬)