________________
સંમૂર્છાિમને ઓળખો
માણસના મળ, મૂત્ર, ઘૂંક, પરસેવો, લોહી, માંસ, પરૂ વગેરે તમામ અશુચિ પદાર્થો શરીરથી છૂટા પડ્યા બાદ બે ઘડી (૪૮ મિનિટ) માં સૂકાય નહિ તો તેમાં અદ્રશ્ય કાયાવાળા સૂક્ષ્મ શરીરવાળા પંચેન્દ્રિય સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થઈ જાય છે. આ જીવો અસંખ્ય એક સાથે ઉત્પન્ન થાય છે. આ જીવોનું આયુષ્ય બે ઘડીનું પણ પૂરું હોતું નથી.
એકવાર ઉત્પત્તિ ચાલુ થયા પછી જ્યાં સુધી ન સુકાયા ત્યાં સુધી લાંબો સમય ઉત્પત્તિ-વિનાશ ચાલ્યા કરે છે.
શરીરમાંથી બહાર ફેંકાયેલી અશુચિ જે બે ઘડીની અંદર સુકાઈ જાય તો સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થતા નથી. એંઠાં વાસણો, એંઠાં દાણામાં, એંઠાં પાણીમાં અને એઠવાડમાં પણ આ સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે.
સંમૂછિમ જીવો આપણી બેદરકારી, ઉપેક્ષા કે શહેરોની ગટર વ્યવસ્થાને કારણે ઉત્પન્ન થાય છે. સંમૂચ્છિમ ઉત્પન્ન ન થાય તે માટે શક્ય તેટલી વધુમાં વધુ જયણા રાખી બે ઘડી વીતી ગઈ હોય તેવા એંઠવાડ કે અશુચિ ફેંકવાના સ્થાનો સંમૂછિમ જીવોથી યુક્ત હોય છે એમ સમજીને જયણાપૂર્વક વર્તવું. - યાદ રહે કે : એકેન્દ્રિય, પૃથ્વી, અકાચ આદિ અને વિકસેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોની હિંસા કરતાં આવા જીવોની હિંસામાં વધુ પાપ લાગે છે.
(૧૪)