________________
અકાયને ઓળખો
પાણીમાં જીવ છે તે જુદાં, પાણી પોતે જ જીવરૂપ છે. કાચા પાણીનાં પ્રત્યેક ટીપામાં અસંખ્ય અકાય એકેન્દ્રિય જીવો રહેલા છે. પાણીનો બેફામ વપરાશ તો ન જ કરાય. પાણીનો નિરર્થક ઉપયોગ ન જ કરાય.
પાણીનાં એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. તે બધા અત્યંત સૂક્ષ્મ શરીરવાળા હોવાથી એક બિંદુમાં સમાઈ જાય છે. પરંતુ, તે બધા જો કબૂતર જેવડું શરીર ધારણ કરે તો એક બિંદુમાં રહેલા પાણીના જીવો આખા જંબુદ્વીપમાં પણ
ન સમાય.
અળગણ પાણીનાં બિંદુમાં ઘણા ત્રસ જીવો પણ હોય છે. પાણી ઢોળાયેલું રહેવાથી ગંદકી થાય અને મચ્છર વગેરે અનેક જીવો પેદા થાય. પાણી એક જગ્યાએ વધારે પડ્યું રહે તો તેમાં લીલ સેવાળ બાઝી જાય. એંઠું પાણી બે ઘડીથી વધારે રહે તો સંમૂર્ચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય. જમીન ઉપર પાણી ઢોળવાથી કોઈ લપસી જાય કે પડી પણ જાય. પાણી ખુલ્લું રાખવાથી ઉડતા જીવજંતુ તેમાં પડીને ડૂબી જાય.
સમુદ્રકિનારે ફરવા જનારા કિનારાના ઉછળતા મોજામાં શોખથી ઉભો રહે તો આખા સમુદ્રના પાણીના ઉપભોગની અનુમોદના લાગે.
સાબુ એ અકાયના જીવો માટે શસ્ત્ર છે. એકવાપાર્ક, વોટરસીટી કે સ્વીમીંગ પુલમાં ન્હાવાથી પણ ખૂબ પાપ લાગે
છે.
(૧૦)