________________
પ્રશ્ન
-
૧ વિકરણ પ્રત્યય એટલે શું ?
ઉત્તર - ૧ તે તે ગણના ધાતુઓ અલગ તરી આવે માટે લગાડાતો
પ્રત્યય તે વિકરણ પ્રત્યય કહેવાય. તે વિકરણપ્રત્યય ૪ વિભક્તિમાં લાગે છે.
પ્રશ્ન ૨ પ્રથમામાં કેટલા કાળ આવે છે.? કયા કયા ?
ઉત્તર - ૨ પ્રથમામાં સામાન્યથી બે કાળ આવે છે વર્તમાનકાળ હ્યસ્તનભૂતકાળ.... જોકે વિધ્યર્થ અને આજ્ઞાર્થ એ પણ અર્થવિશિષ્ટ વિભક્તિ છે પણ તેનો કોઇ કાળમાં સમાવેશ કર્યો નથી...
-
પાઠ-૨
પ્રશ્ન ૩ વર્તમાનકાળના કેટલા પ્રત્યયો પછતાં ઞનો આ થાય?
ઉત્તર - ૩ વર્તમાનકાળના પાંચ પ્રત્યયો પરછતાં ઞ નો આ થાય.
મિ, વસ્, મણ્ (પ.પ.) વહે, મહે (આ. ૫.)
-
-
પ્રશ્ન
૪ પદ એટલે શું ?
ઉત્તર - ૪ ધાતુને આશ્રયીને તાિ વિગેરે (દશ) વિભક્તિનાં પ્રત્યયો તથા નામને આશ્રયીને સ્ વિગેરે . (સાત) વિભક્તિનાં પ્રત્યયો લાગ્યાં પછીની જે અવસ્થા તે પદ કહેવાય છે.
પ્રશ્ન
-
૫ પદ બનાવવાની જરૂર શી ? (પદસંજ્ઞા શા માટે ?)
ઉત્તર - ૫ પદસંબંધી તમામ કાર્યો કરવા માટે પદ બનાવવાની જરૂર છે. જો પદ ન બનાવે તો પદ બન્યા પછી જે નિયમો લાગતાં હોય કે જે કાર્યો થતાં હોય તેમાંનું કશું ન થઇ શકે માટે પદ બનાવવું આવશ્યક છે દા.ત. નમતસ્ થઈ ગયા પછી નિયમ ચોથાથી પદ બનશે. પછી પા. ૩ નિ. ૧ લાગી શકશે અને પદાન્ત સ્ નો ર્ થશે અને પા. ૩ નિ. ૨ થી નો વિસર્ગ વિ... કાર્યો થઇ શકશે.. એવી જ રીતે પદાન્ત મેં, પછી વ્યંજન આવે તો અનુસ્વાર વિ... ફેરફારો થઇ શકશે તથા બીજું એક કારણ 7 મેં તિ એમ છુટા છુટા હોય અને પદસંજ્ઞા ન થઇ હોય એનો “તે નમસ્કાર કરે છે.” એવો અર્થ ન થઇ શકે
૩૨