________________
પ્રશ્ન - ૧૬૮ શબ્દ એટલે શું ?
ઉત્તર - ૧૬૮ સ્વરો અને વ્યંજનો ભેગા થઈને જે નામ બને તે શબ્દ અથવા નિશ્ચિત અર્થ બતાવતાં વર્ષોનું ઝુમખું તે શબ્દ કહેવાય.
પ્રશ્ન - ૧૬૯ શબ્દનાં પ્રકાર કેટલા ? કયા કયા ?
ઉત્તર - ૧૬૯ શબ્દ ૪ પ્રકારે છે. (૧) જાતિવાચક શબ્દ (૨) ગુણવાચકશબ્દ (૩) ક્રિયાવાચકશબ્દ (૪) દ્રવ્યવાચકશબ્દ
પ્રશ્ન - ૧૭૦.જાતિવાચકશબ્દ એટલે શું ?
ઉત્તર - ૧૭૦ અનેક પ્રકારની વસ્તુઓ કે વ્યક્તિઓનાં સમૂહમાંથી ચોક્કસ એક આકારની અસાધારણ-નિશાની દ્વારા કોઈ એક વસ્તુ કે વ્યક્તિનાં સમૂહને અલગ કરનાર જે શબ્દ તે જાતિવાચકશબ્દ કહેવાય છે. ' જેમકે - અનેક પ્રકારનાં ફળોના ઢગલામાંથી કેરી' નામનું ફળ.. જે એક ચોક્કસ પ્રકારનાં આકાર કારણે બધા જ ફળોમાંથી અલગ પડે છે તથા કેરી બોલતાં બધીજ કેરી નામનાં ફળો જણાઈ આવે છે તેથી કેરી’ એ જાતિવાચકશબ્દ કહેવાય...તેવી જ રીતે પશુના વાડામાં અનેક પ્રકારનાં પશુઓ છે. તેમાં “ગાય” એ ચોક્કસ આકાર અને એની અમુકપ્રકારની નિશાની (ગોદડી) વિ. ને લઈને એ બધા પશુઓથી અલગ પડે છે. માટે ગાય એ જાતિવાચક કહેવાય.
પ્રશ્ન - ૧૭૧ ગુણવાચકશબ્દ એટલે શું ?
ઉત્તર - ૧૭૧ અનેક પ્રકારનાં વસ્તુ કે વ્યકિતઓનાં સમૂહમાંથી ચોક્કસ પ્રકારનાં ગુણને આશ્રયીને તે તે વ્યક્તિ કે તે તે વસ્તુને અલગ કરનારો જે શબ્દ તે ગુણવાચકશબ્દ કહેવાય.
જેમકે :- કાચા, પાકાં ફળોનો ઢગલો છે તેમાંથી કઠીનતા, ખટાશ, લીલાશ વિ..જોઈને આ કાચું ફળ છે. તેમ કાચા નામના ગુણને આશ્રયીને તે ફળ જુદું પડશે માટે “કાચું' એ ગુણવાચક શબ્દ કહેવાય. તેવી જ રીતે ફૂલોનાં ઢગલામાંથી “રાતું ફૂલ” અહીં રતાશને કારણે તે ફૂલોનાં ઢગલામાંથી રાતું ફૂલ અલગ પડશે માટે “રાતું” એ ગુણવાચક શબ્દ બને. એવી જ
. ૨૫