________________
ઉત્તર - ૪ રાજાભર્તુહરિએ નીતિશતક, વૈરાગ્યશતક, શૃંગાર શતક... આ ત્રણ શતક (સો શ્લોકનો તે-તે વિષયોનો એક ગ્રંથ વિશેષ) બનાવ્યા.. તેમાં નીતિશતકનો આ શ્લોક છે. એમાં રાજાભર્તુહરિને પોતાની પ્રિયા (પિંગલા) ઉપર અનહદપ્રેમ હતો. તે એમ જ માનતો કે પિંગલા જેવી કોઈ પતિભક્તા સ્ત્રી આ વિશ્વમાં નથી... એક દિવસ રાજસભામાં કોઈએ કમોસમી (ઋતુવિના થયેલું) આમ્રફળ (કેરી) રાજાને ભેટ આપ્યું. રાજાએ તે આમ્રફળ પોતાની પ્રિય-પ્રિયતમા પિંગલાને ખાવા માટે આપ્યું. પિંગલા રાજા ઉપર અનહદ પ્રેમનું નાટક કરતી હતી તેને એક હાથીનાં મહાવત સાથે પ્રેમ થઈ ગયો હતો તે દરરોજ રાત્રે રાજા સૂઈ જાય પછી મહાવત પાસે જતી... તેણીએ તે મહાવતને આ આમ્રફળ આપ્યું.... તે મહાવત વળી તે જ નગરમાં રહેતી એક વેશ્યાને ચાહતો હતો તેણે એ ફળ વેશ્યાને રીઝવવા માટે તેણીને આપ્યું... તે આમ્રફળ ધનની અર્થી એવી વેશ્યાએ રાજાને ચરણે ભેટ ધર્યું. રાજાએ વિચાર્યું આ એજ આમ્રફળ છે. રાજાએ એ આમ્રફળ લઈ લીધું. પછી પિંગલાને પુછ્યું. જવાબમાં ગલ્લાં તલ્લાં કરતાં રાજાએ એ આમ્રફળ બતાવ્યું પિંગલાએ બધી સત્ય હકીકત કહી દીધી “મહાવતને આપ્યું હતું... મહાવતને બોલાવ્યો.. કરડાકીથી પુછવામાં આવતાં મહાવત સાચું બોલી ગયો કે મેં વેશ્યાને આપ્યું હતું.. વેશ્યા એ ફરી રાજાને આપ્યું ત્યારે રાજાનાં વૈરાગ્યવાસિત અંતરના શબ્દો આ શ્લોકરૂપે સ્ફરી ઊઠ્યા કે -
યાં વિન્તયામિ સતતં કિ સો વિરતા, . साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः। . अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च॥
જેની હું સતત ચિન્તા કરું છું (ધ્યાન રાખું છું) તે (પિંગલા) મારા ઉપર વૈરાગી છે (રાગ વિનાની છે, તે પિંગલા) પણ બીજા (મહાવત)ને ચાહે છે. તે માણસ (મહાવત) પણ બીજી (વેશ્યા)માં આસક્ત થયેલ છે. અને કોઈક એવી બીજી (વેશ્યા) સ્ત્રી અમને ભેટશું આપે છે. ખરેખર તેણીને- (પિંગલાને).... ૨. fધામાં ૦ એમ પણ પાઠ મળે છે...