________________
૧૧૨
શ્રી વીશસ્થાનક તપ
કોઈ વિદ્યાધરે કુમાર અને તેના મિત્રને ત્યાંથી ઉપાડી આકાશમાર્ગે કોઈ એક અરણ્ય મૂક્યાં. ત્યાં કુમારે તે વિદ્યાધર સાથે યુદ્ધ કરીને તેને પરાસ્ત કર્યો..ત્યાં વિદ્યાધરનો ભાઈ અગ્નિવેશ ખેચરે આકાશ માર્ગે આવી તે બન્નેને કોપ કરી આકાશમાં ઉછાળ્યાં. ત્યાંથી તેઓ એક અંધારીયા અલ્પ જળવાળા કૂવામાં પડયા. મહાકરે પુણ્ય પસાયે ત્યાંથી નીકળીને દેશાંતર જોવા આગળ ચાલ્યાં.
આગળ અરણ્યમાં લક્ષ્મીદેવીના મંદિર પાસે એક પુરુષને વૃક્ષની ડાળે ઊંધે મસ્તકે બાંધેલો જોયો. બાજુમાં એક સ્ત્રી વિલાપ કરતી હતી.. પૃચ્છા કરતાં જાણ્યું કે આ વિદ્યાધરનો સ્વામી છે. ક્રીડા અર્થે લક્ષ્મીદેવીના વનમાં પુષ્પ લેતો હતો. તેથી કોપ કરી લક્ષ્મીદેવીએ તેની આ દશા કરી છે. પેલી વિદ્યાધરી સ્ત્રીએ આમાંથી છોડાવવા કુમારને વિનંતી કરી. કુમારે લક્ષ્મીદેવીની સ્તુતિ કરીને દેવીને પ્રસન્ન કરી. તેને બંધનમાંથી મુક્ત કરાવ્યો. કુમારે અપાવેલા જીવિતદાનના બદલામાં તે વિદ્યાધરે કુમારને પ્રજ્ઞપ્તિ આદિ દશ વિદ્યાઓ આપી.
-
પછી વિદ્યાના પ્રભાવથી તે બન્ને આકાશ માર્ગે આગળ ચાલ્યાં. ત્યાં નંદનવનસમાન અરણ્યમાં દેવભુવન સમાન સુવર્ણમય શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્ય જોયું. કુમારે નીચે ઉતરી સ્નાનથી શુદ્ધ થઈ, સુવાસિત પુષ્પોથી ભાવપૂર્વક ભગવંતની પૂજા કરી અને એક ચિત્તથી ભગવતની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારબાદ મંડપમાં તેણે સરસ્વતી દેવીને જોઈ, તેણે દેવીની સ્તુતિ કરી દેવીને પ્રસન્ન કરી. દેવીએ વરદાન આપ્યું કે – “તું શાંતિમતી નામે સુંદર કન્યાને પરણીને વિદ્યાધરોનો સ્વામી થઈશ.” ચૈત્યની બહાર નીકળતાં જ તેણે પ્રથમ હીંચતી જોઈ હતી તે સુંદરીને જોઈ. તે જ શાંતિમતી હતી. તેણીના પિતા વજવેગ વિદ્યાધરે પોતાની પુત્રીને નૈમિત્તિકના કહેવાથી અહીં રાખી હતી. પછી વૈતાઢ્ય પર્વતના પોતાના શિવમંદિરમાં લઈ જઈ બન્નેના લગ્ન કરાવ્યાં. કન્યાદાનમાં પુષ્કળ લક્ષ્મી આપી. તેઓ સુખેથી ત્યાં રહેવા લાગ્યાં. પોતાના પરાક્રમથી તેમજ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના પ્રભાવથી અનુક્રમે સર્વ વિદ્યાધરની શ્રેણીઓનો રાજા થયો. ખરે ! પુણ્યશાળીને પગલે પગલે સંપદા અને વિજય જ હોય છે.
અન્યદા જયંતસ્વામી નામે ચારણમુનિ પાસે ધર્મદેશના સાંભળી તેણે પોતાના મિત્ર અને પ્રિયા સહિત સમક્તિ મૂલ બારવ્રત અંગીકાર કર્યાં શાશ્વતા અશાશ્વતા