________________
કથાઓ
૧૦૧
સૂર સાર્થવાહના ઘરે રત્નની વૃષ્ટિ કરીને પોતાના સ્થાનકે ગયો. બહુશ્રુતનું ભાવપૂર્વક સમ્યફ પ્રકારે વાત્સલ્ય કરવાથી તે મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે કાળધર્મ પામી નવમા સૈવેયકને વિષે દેવપણે તે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પદ પામશે અને શ્રુતશીલનો જીવ તે જ તીર્થકરના ગણધર થઈ અનંત અવ્યાબાધ સુખને પામશે.
આ પ્રમાણે મહેન્દ્રપાલ નૃપતિનું રસિક ચરિત્ર શ્રવણ કરી હે ભવ્યજનો ! તમે બહુશ્રુતનું (ઉપાધ્યાયનું) વાત્સલ્ય કરવા માટે ચિત્તને પ્રેરો.
' શ્રી સાધુપદ વિષે વીરભદ્રની કથા અવંતિદેશમાં વિશાલા નગરીમાં ધનાઢ્ય ઋષભદાસ શેઠને વીરમતી ભાર્યાથી વીરભદ્ર નામે પુત્ર હતો. સર્વકળાકુશળ વીરભદ્ર યુવાન થતાં તેના વિવાહ પદ્મિની ખંડપત્તનના સાગરદત્ત શ્રેષ્ઠીની કિન્નરી સમાન રૂપવાન પ્રિયદર્શના નામની પુત્રી સાથે થયાં. લગ્ન બાદ સસરાના આગ્રહથી જાનૈયાઓને વિદાય કરી વીરભદ્ર પોતે થોડા દિવસ ત્યાં જ સુખપૂર્વક રહ્યો. સસરાને ત્યાં વધારે રહેવું ઉચિત ન લાગવાથી પોતાની સ્ત્રીને ત્યાં જ મૂકી પોતાનું ભાગ્ય અજમાવવા તે પરદેશ ગયો. કેટલાક દિવસે વીરભદ્ર સિંહલમેિ પહોંચ્યો. ત્યાં કોઈ દિવ્ય ગુટિકાના પ્રભાવથી રૂપ ધરાવર્તન કરી નગરમાં કળા કરવા લાગ્યો. ત્યાં વસતાં શંખશ્રેષ્ઠીએ તેના રૂપ ગુણ અને કળા જોઈને પોતાને ત્યાં પુત્ર કરી રાખ્યો. શંખશેઠની પુત્રીને તે
એમના રત્નાકર રાજાની સ્વરૂપમાં રતિ સમાન અનંગસુંદરી નામની પુત્રી સાથે - બહેનપણા હતાં. રાજકન્યાના રૂપની પ્રશંસા સાંભળી વીરભદ્ર શંખપુત્રીની સાથે દિવ્ય ગુટિકાના પ્રભાવથી નવયૌવના બનીને રાજ્ય મહેલમાં રાજકન્યા પાસે ગયો અને તેની પ્રીતિ પ્રાપ્ત કરીને ત્યાં જ સ્ત્રીરૂપે રહ્યો. બન્નેના મન એકમેક થઈ ગાઢ પ્રીતિરૂપ બન્યાં. વીરભદ્ર પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરતા તેના લગ્ન અનંગસુંદરી સાથે થયાં. થોડા દિવસ ત્યાં રહીને પોતાને દેશ જવા સમુદ્રમાર્ગે નીકળ્યો. - દુર્દેવવશા સમુદ્રમાં તોફાન થતાં તેનું વહાણ ભાંગ્યું. બધા સમુદ્રમાં પડ્યા. સત્કર્મવશાત રાજપુત્રી અનંગસુંદરીના હાથમાં એક પાટીયું આવ્યું. તેના આધારે તરતી તે ત્રણ દિવસે કાંઠે આવી. કરૂણા લાવીને કોઈ તાપસે તેને પુત્રી સમાન રાખી. થોડા દિવસ પછી અપકીર્તિના ભયથી તેને નગર સમીપ મૂકી ગયો. સરોવર