________________
૮
શ્રી વીશસ્થાનક તપ બિોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીત, ભણે ભણાવે સૂટાને, જય જય પાઠક ગીત. ૬ સ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, ૨મતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ. ૭ અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રિતિ. ૮ લોકાલોકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતો, નમો નમો દર્શન તેહ. ૯ શૌચ મૂલથી મહાગુણી, સર્વ ધર્મનો સાર, ગુણ અનંતનો કંદ એ, નમો વિનય આચાર. ૧૦ રત્નત્રયી વિગુ સાધના, નિષ્ફલ કહી સદેવ, . ભાવરયણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ જિનપ્રતિમા જિનમંદિરા, કંચનના કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફલ લહે, નમો નમો શિયેલ સુદેહ. ૧૨ આત્મબોધ વિણ જે ક્રિયા, તે તો બાલક ચાલ, તત્ત્વારથથી ધારીએ, નમો ક્રિયા સુવિશાલ. ૧૩ કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગલ તપ જાણ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ. ૧૪ છટ્ઠ છટ્ઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ, એ સમ શુભ પાત્ર કો નહીં, નમો નમો ગોયમસ્વામ. ૧૫ દોષ અઢારે ક્ષય ગયા. ઉપન્યા ગુણ જસ અંગ, વૈયાવચ્ચ કરીએ મુદા, નમો નમો જિનપદ સંગ. ૧૬ શુદ્ધાતમ ગુણ મેં રમે, તજી ઈન્દ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧૭ જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્રા સમકિત મૂલ, અજર અમર પદ ફેલ લડો, જિનવર પદવી ફૂલ. ૧૮ વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન, ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧૯ તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ, પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. ૨૦