________________
રચના કરી છે. તે બધુ વિગતવાર મારી ૫૦ વર્ષ પહેલાં લખેલી પ્રસ્તાવના જે પ. પૂ. વ્યાકરણ વિશારદ આ. ભ. લાવણ્યસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર અને સાહિત્યવિદ્ પ. પૂ. દક્ષસૂરીશ્વરજી મ. સાહેબે વિ. સં. ૨૦૦૫માં છપાવેલી તત્ત્વપ્રવેશિકા (લધુવૃત્તિ) રુપ “સિદ્ધહેમશબ્દાનુશાસન' મુદ્રિત કરેલ તેમાં આપવામાં આવેલ છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવંત પ. પૂ. હેમચન્દ્રસૂરિજી મ. સા. નું જીવન ચરિત્ર પણ આલેખન કરવું જરૂરી હોવા છતાં પણ પ. પૂ. પં. વજ્રસેનવિજયજી મ. સા. ની સત્પ્રેરણાથી પ. પૂ. તત્ત્વદર્શનવિજયજી મ. સાહેબે નાતિવિસ્તૃત નાતિસંક્ષિપ્ત આલેખન તેમણે બૃહવૃત્તિના ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં સુંદર રીતે કરલે છે. તેમાંથી અભ્યાસકોને વાંચવા-જાણવા ખાસ વિનંતિ કરું છું.
આજ સાધ્વીજી મ. સા. ના ગચ્છનાયક, અતિશય જ્ઞાનપ્રેમી વિદ્વર્ય નીતિસૂરીશ્વરજી મ. સા. જંગમ પાઠશાળા ચલાવતાં હતાં. એજ જંગમ પાઠશાળામાં મહાવિદ્વાનો જેવાકે પં. પ્રભુદાસભાઇ બેચરદાસ, પં. વીરચંદભાઇ મેઘજીભાઈ, પં. પૂંજાભાઇ નારુભાઇ, પં. હીરાલાલ-દેવચંદભાઇ તથા પં. ભગવાનદાસ હરખચંદભાઇ જેવા મહાવિદ્વત્તા સભર અનેક વિદ્વાનો તૈયાર થયા.
આ પુસ્તક મુદ્રણ કરવામાં તથા તેનાં મુખપૃષ્ઠ અને તેના બાઇન્ડીંગ વિગેરેને સુંદર બનાવવામાં હાલમાં વ્યાકરણનું અધ્યાપન કરાવતાં પંડિત શ્રી ભાવેશભાઇનો ફાળો નોંધપાત્ર છે.
આ પૂર્વે ઘણી લઘુવૃત્તિ, ઘણાં મહાત્માઓએ છપાવી છે. છતાં પઠન કરનાર પૂજ્યોશ્રી તથા મને લાગ્યું કે આ કામમાં સરળતા ખાતર પૃથક્કરણવાળો કોઇ પ્રયત્ન કરવામાં આવે અને મુદ્રિત કરવામાં આવેતો સારું. એ દૃષ્ટિએ આ બાલભોગ્ય પ્રયત્ન અમારી અલ્પશક્તિ હોવા છ! પણ અમારા જેવા અલ્પજ્ઞાન વિચાર શક્તિવાળાને ઉપયોગી થશે. તેમ માની આ નાનકડો ગ્રંથ આપના કરકમળમાં મૂકવાં ભાગ્યશાળી બન્યા છીએ.
લેખક : છબીલદાસ કેસરીચંદ સંઘવી પં. શ્રી અભયસાગર જ્ઞાનપીઠ કાજીનું મેદાન - સુરત.