SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદક પોતે જ્ઞાનદાતા, પિતૃતુલ્ય, વયોવૃદ્ધ પંડિતવર્યશ્રી છબીલદાસભાઇએ અમને ખૂબજ મહેનત પૂર્વક આ અભ્યાસ કરાવ્યો. પોતાની તબિયતની અનુકૂળતા ન હોય, તો પણ પોતાની શારીરિક શક્તિનો વિચાર કર્યા વિના કોઈ પણ જાતના સ્વાર્થ વગર અમને ખૂબ મહેનત કરી અભ્યાસ કરાવ્યો છે. તેમનો ઉપકાર તો અમે આ જીંદગીમાં ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. આ બધો યશ તેઓશ્રીના ફાળે જાય છે. અમોએ અભ્યાસ કર્યો, ત્યારે તો કોઈ જ કલ્પના ન હતી કે આ રીતે પુસ્તક પ્રગટ થશે. અભ્યાસ કરતાં કરતાં દરરોજ પંડિતવર્ય શ્રી અમોને કહેતાં કે કંઈક કરો તો આપણા થોડા પણ જ્ઞાનનો લાભ જગતને આપી શકાય. આમ તેમની સતત પ્રેરણાથી અને તેમની ખૂબ આંતરિક ભાવના હોવાથી અમે આ ગ્રન્થનું પ્રકાશન કરવા તત્પર થયા છીએ આ ગ્રંથના મુફ સંશોધનાદિનું કાર્ય પંડિત શ્રી ભાવેશભાઈ રવીન્દ્રકુમાર દોશી (માંડલાવાળા) એ ખૂબ ખંતપૂર્વક કર્યું. તેમજ છાપકામના દરેક કાર્યમાં પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપ્યો છે, તે પણ અતિ પ્રશંસનીય છે. તથા રાજેન્દ્રકુમાર ચીનુભાઈ શાહ વિઠલાપુરવાળાએ કોમ્યુટર તેમજ પ્રિન્ટીંગ કાર્ય સુંદર કરી આપ્યું તે અનુમોદનીય છે. , તે સાથે આ ગ્રન્થ છપાવતાં ઘણું ધ્યાન રાખવા છતાં, કોઈ છવસ્થતાને કારણે ભૂલ રહી ગઈ હોય, તેમજ કોઈ પ્રેસ મીસ્ટીક થઈ ગયેલ હોય, તો સુજ્ઞજનોને સુધારી લેવા તથા અમારુ ધ્યાન દોરવા ખાસ વિનંતિ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો - “મિચ્છા મિ દુક્કડમ”
SR No.005820
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy