________________
શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન તૃતીય આવૃત્તિને અવસરે...
પ. પૂ. સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજી મ. સા. ના પુણ્યસામ્રાજ્યથી અને પ્રબળ ઇચ્છાનુસાર સુરત મુકામે વયોવૃદ્ધ જ્ઞાની વિદ્વાન પંડિતવર્ય છબીલદાસભાઈ પાસે સાધ્વીજી મ. સા. અભ્યાસ કર્યા પછી પંડિતજીની ખૂબ પ્રેરણા પ્રાપ્ત થતાં વિ. સં. ૨૦૫૧-૨૦૫૨ માં અભ્યાસ કરી ૨૦૫૩ માં સિદ્ધહેમશબ્દાનુશાસનનાં ૩ પાદનાં વિવરણ સ્વરૂપ પ્રથમ ભાગ લખવામાં આવ્યો. ધીરે ધીરે આ બીજ વટવૃક્ષ બનતાં પાંચ ભાગ સુધીમાં ૪ અધ્યાય પુસ્તક સ્વરૂપે તૈયાર થઈ ગયા. અભ્યાસુ સાધુસાધ્વીજી ભગવન્તો તથા પંડિતવર્યો તેમજ મુમુક્ષુઓના હાથમાં આ પુસ્તકો આવતાં માંગ વધતી ગઈ. પુસ્તકો સંપૂર્ણ પુરા થઈ જવાથી ભાગ ૧-૨-૪ ની બીજી આવૃત્તિ તૈયા૨ ક૨વી પડી તે પણ પૂર્ણ થતાં આજે હવે ભાગ ૧-૨-૩-૪ ની ત્રીજી આવૃત્તિ છપાવવાનો અવસર પ્રાપ્ત થયો છે. અમારી ભાવના સાકાર થઈ છે સાથે સાથે પૂજ્યશ્રીની કૃપા અને પંડિતજીની પ્રેરણા અત્યંત ફલિંત થઈ છે. તેનો અમોને અનહદ આનંદ છે. શ્રી લાભ-કંચન-લાવણ્ય આરાધના ભવન ટ્રસ્ટીગણ.
સંપૂર્ણ દ્રવ્યસહાયક :
પરમ પૂજ્ય આ. ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ની શુભ પ્રેરણાથી
શ્રી સાંતાક્રુઝ જૈન તપગચ્છ સંઘ-મુંબઈ
આવૃત્તિ પ્રથમ સં. ૨૦૫૬ પોષ સુદ-૧
આવૃત્તિ તૃતીય સં. ૨૦૫૮ આસો વદ-૬ | સં. ૨૦૬૧ શ્રાવણ વદ-૬
આવૃત્તિ દ્વિતીય
મૂલ્ય: શ. ૬૫-૦૦
ઃ પ્રાપ્તિસ્થાન :
૧. શ્રી લાભકંચન લાવણ્ય આરાધના ભુવન ૨. પં. ભાવેશકુમાર રવીન્દ્રભાઈ દોશી
૦૦૩, સૃષ્ટિ એપાર્ટમેન્ટ, નવા શારદામંદિર રોડ,
સૂરેન્દ્રસૂરિ જૈન તત્ત્વજ્ઞાન પાઠશાળા ઝવેરીવાડ, પટણીની ખડકી,
અમદાવાદ-૩૮૦૦૦૧.
સંજીવની હોસ્પીટલ પાસે, પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૨૬૬૦૬૪૩૨