________________
* ૩૪ અર્હમ્ નમ: * કિંચિદ્વક્તવ્ય
આધ્યાત્મિક શિક્ષણક્ષેત્રે શ્રી અભયસાગરજી જ્ઞાનપીઠમાં વિ. સં.૨૦૫૨ની સાલમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય રચિત “સિદ્ધહેમશબ્દાનુશાસન' નો ખંતપૂર્વક અભ્યાસ કરનાર પૂ. ઘણા સાધ્વીજી મહારાજો હતાં.તેમાં પ. પૂ. આ. દે. નીતિસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના વિદૂષી સાધ્વી શ્રી પરમ પૂજ્ય લાવણ્યશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. મયૂરકળાશ્રીજી મ.સા. ના શિષ્યાઓ પ. પૂ. કૈરવયશાશ્રીજી મ.સા., પ. પૂ. દિવ્યલોચનાશ્રીજી મ. સા., પ. પૂ. પ્રશાન્તયશાશ્રીજી મ. સા. તથા પ. પૂ. અર્પિતયશાશ્રીજી મ. સા. આ ચાર સાધ્વીજી મહારાજ સાહેબે સુંદર અભ્યાસ કર્યો.
અભ્યાસ કરતાં કરતાં વિચાર આવ્યો કે આ રીતે મુદ્રણ કરાવવામાં આવે તો અન્ય અભ્યાસકોને વ્યાકરણના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સુગમતા થાય, એ દૃષ્ટિએ આ વિષય ઉપર પંડિત ભાવેશભાઈના બહેન મહારાજ પ. પૂ. પ્રશાન્તયશાશ્રીજી એ તથા પ.પૂ. કૈરવયશાશ્રીજી એ ખૂબ ઉત્સાહથી આ મેટર તૈયાર કર્યુ.
તેમાં પહેલા ભાગ રૂપે સંજ્ઞા પ્રકરણ- પહેલા અધ્યાયનું - પહેલુ પાદ, સ્વરસન્ધિપ્રકરણ-બીજુપાદ,વ્યંજનસન્ધિ પ્રકરણ-ત્રીજુ પાદ તેમાં આવતાં સૂત્રોના વિગ્રહ કરી સ્પષ્ટ અર્થ અને વિશેષતાઓની નોંધ કરવા પૂર્વક કામ કરવામાં આવ્યું છે. સન્ધિ પ્રકરણમાં સ્વરસન્ધિ ૧૯૬ છે. અને વ્યંજનસન્ધિ ૧૦૮૯ છે. તેમાં ‘ૐ +” એ એક સન્ધિ, ‘૩ +3'' એ બીજી સન્ધિ એમ ૧૯૬ સ્વરસન્ધિમાં કયા કયા સૂત્રો લાગે છે. તેમજ “ ૢ +’” એ એક સન્ધિ, ‘ + વ્’” એ બીજી સન્ધિ એમ ૧૦૮૯ વ્યંજન સન્ધિમાં કયા કયા સૂત્રો લાગી શકે છે, અને તે સન્ધિ કેટલી રીતે થાય છે, તે જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
..
કલિકાલ સર્વજ્ઞ ભગવંતને વ્યાકરણ વિષયક ગ્રન્થરચનાનો પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો. બીજા બધાં વ્યાકરણો કરતાં તેમની રચનાની વિશિષ્ટતા તેમજ વ્યાકરણનું “સિદ્ધહેમ” નામ કેમ આપવામાં આવ્યું. તેમજ શબ્દાનુશાસનની સાથે પ્રયોગોની સુંદરતાની દૃષ્ટિએ તેમણે પાંચ