________________
શ્રી જબૂરાની ચરિત્ર છે. હવે કામદેવ વિરક્ત થયેલા મારા મનને જરાપણુકંપાવી શકશે નહીં. તથાપિ મારા મનમાં એટલું રહે છે કે, હે શુભદંતી, જેને માટે હું આટલી ભૂમિ ઉલ્લંધન કરી આવેલું છું, તે મારી નાગીલાને જે અહિં અવલોકું તે મારા મનમાં શાંતિ થાય અને પછી હું શાંત થઈ મારા આત્માનું હિત સાધું.”
હે સાધુ, સાંભળે, જ્યારથી તમે નાગિલાને છેડી દીધી છે. ત્યારથી જાણે તેણીનું સર્વસ્વ હરાઈ ગયું હોય, તેમ તે ભૂમિ અને અંતરીક્ષ પૂરાઈ જાય તેમ રૂદન કરતી પછી સાળીઓ પાસેથી તત્ત્વ સાંભળી કર્મરૂપી શત્રુઓને મારવાને ઘણું સત્વવાળી થઈ એવી તપસ્યા કરવા લાગી કે, જેથી તે ગ્લાનિ પામેલા પુષ્પના જેવી થઈ ગઈ છે, હવે તેણીનામાં જોવાયેગ્ય શું રહ્યું છે. તે છતાં તેણીને જેવી હોય તે મને જુવે. મને જેવાથી તેજ જેવાયેલી થશે. દેહ અને દહી વડે મારામાં અને તેણીનામાં કાંઈ પણ તફાવત નથી. ” નાગિલાએ સર્વ વાત જણાવી દીધી.
આ સંસારના તીર ઉપર રહેલી તુ તેિજ નાગલા તે નહીં!” મુનિએ આશ્ચર્ય સાથે પૂછયું. નાગિલા બેલી, “હું પોતે જ નગિલો છું!” આ શબ્દ સાંભળતાંજ મુનિ ભવદેવ શરમાઈ ગયે. અને વિચારમાં પડી ગયે, તેણે મનમાં વિચાર્યું કે, “અહા ! જેમ વૈશાખ માસ લતાને અલંકૃત કરે છે, અને ફાગુન માસ તેને છાયા રહિત કરી દે છે, તેમ આ શરીરને વન વય અલંકૃત કરે છે અને જરાવસ્થા તેને નિસ્તેજ કરી નાંખે છે. જરાવસ્થાએ ગ્રસ્ત કરેલા અને તેને લઈને જેમાં નાડીઓ અને ન દેખાય છે, એવા આ દેહના સંગના આનંદને લીધે જેનું હૃદય દબાઈ ગયું છે એ હું ચારિત્રને હારી બેઠે, એ કેવા ખેદની વાત?” મનમાં આવું વિ. ચારી ભવદેવ ઉચે વરે બોલી ઉઠ, “હે ધર્મરે, હું તને મહાસતીઓમાં અગ્રેસર માનું છું, કારણ કે, તે પિતાની આજ્ઞાથી કામદેવ રૂપી રાક્ષસથી તારું અને મારું રક્ષણ કર્યું છે. પતાકા મહેલને શેભાવે છે, દીપિકા અંધકારને હરે છે, વાડ ગામની રક્ષા કરે છે, મેઘધારા જગતને જીવાડે છે નાવિકા સમુદ્રને તારે છે, અને છાયા. મુસાફરના તાપને હણે છે, એવી રીતે સ્ત્રી જાતિ રૂપે તે પ્રાધના