________________
પ્રત્યેક સ્તત્રાદિમાં ભક્તિભાવાલ્લાસ તથા બૈરાગ્ય વધારવાની ગૂઢ શક્તિ રહેલી છે. તે ગૂઢ શક્તિનું સ ંશાધન કરી તેમાં રમત રમવાની મજા માણનાર ભવ્યાત્માને વીતરાગ તૈાત્ર રાગ-દ્વેષની જાળમાંથી નિર્મુઐક્ત કરી વીતરાગપણું આપી શકે છે. ઇન્દ્રિયપરાજય શતક પાંચ ઇન્દ્રિયારૂપી મહારપુએની ગુલામી દૂર કરી તેના વિજય પ્રાપ્ત કરાવી શકે છે. અને વૈરાગ્ય શતક અસાર સ ંસારના પૌદ્ગલિક સુખાથી કંટાળેા આપી વિરાગના રાગમાં મસ્ત થવાની તાલાવેલી જગાડે છે. શુ આ અતિશયોક્તિ નથી ? ના, લવલેશ નહિ ! આખું તેાત્ર તે દૂર રહેા. એમાંની એક એક પંક્તિના રહસ્યને હૃદયમાં ધારણ કરનાર ભવ્ય જીવતા ગાઢ કર્મ બન્યને વનમયૂરને જોવા માત્રથી ચન્દનવૃક્ષને લાગેલા સપના બન્ધનની માફક શીઘ્ર ત્રુટી પડે છે.
મહેસાણા—શ્રીમદ યાવિજયજી પાઠશાળામાં પચીસ વથી પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ આદિને જ્ઞાનપાન કરાવતા મારા વિદ્યાગુરુ ક તત્ત્વવેત્તા વિદ્વાન પ.. શ્રી પુખરાજજી અમીચંદજીએ સ્વયં પ્રજ્ઞાચક્ષુ છતાં આ પુસ્તક પ્રકાશનમાં પેાતાના સમયને ભાગ આપવા દ્વારા જ્ઞાનભક્તિને વિશેષ લાભ પ્રાપ્ત કર્યાં એ ખરેખર અનુમેાદનીય છે. અને તેઓશ્રીની સત્પ્રેરણાથી મારા જેવા સામાન્ય માણસને આ પુસ્તકમાં બે ખેલ લખવા દ્વારા શ્રુત-ભક્તિની અપૂર્વ તક મળી તે બદલ હું તેમના સદા ઋણી છું.
અંતમાં શાસન સેવા જ્ઞાનની આશાતના ન થાય તેની કાળજી રાખી પુસ્તકના સદુપયેાગ કરી સમ્યગ્ ન, જ્ઞાન અને ચારિત્ર દારા સિદ્ધિ પદને પામે એ જ શુભેચ્છા,
સ. ૨૦૨૩ કાક વ. ૧૦ મહેસાણા
લિ. શ્રીસંઘ સેવક વસ...તલાલ નરોત્તમદાસ શાહ શ્રી. ય. વિ. પાઠશાળા