________________
રાત્રિને વિષે દીપક, સાગરને વિષે દ્વીપ, મારવાડને વિષે વૃક્ષ અને શિયાળામાં અગ્નિની જેમ કલિકાલમાં દુર્લભ એવા આપના ચરણકમલના રજકણની પ્રાપ્તિ અમને થઈ છે. (૬) યુગાન્તરેષુ ભ્રાન્તસ્મિ, વૈર્શનવિનાકૃતઃ | નમસ્તુ કલયે યત્ર, ત્વદર્શનમજાયત પછા
હે નાથ ! અન્યયુગમાં આપના દર્શન કર્યા વિના જ હું સંસારમાં ભટક છું તેથી આ કલિકાલને જ નમસ્કાર, થાએ કે જેમાં અને આપનું દર્શન થયું. (૭) બહુદોષ દોષહીનાત્વત્તા કલિશોભત વિષયુક્ત વિષહરાલ્ફણીન્દ્ર દવ રત્નતઃ ઘટા
હે નાથ ! વિષ યુક્ત એ વિષધર જેમ વિષને હરણ કરનાર રત્નથી શોભે છે, તેમ બહુ દોષવાળ પણ આ કલિકાલ સર્વદેષ રહિત એવા આપનાથી શોભે છે. (૮)
પ્રકાશ દશમો મ×સત્તત્વ—સાદસ્વ—સાદાદિયં પુનઃ ઇત્યોન્યાશ્રયં બ્રિધિ, પ્રસીદ ભગવનું મયિ છે!!
હે ભગવાન! મારી પ્રસન્નતાથી આપની પ્રસન્નતા અને આપની પ્રસન્નતાથી મારી પ્રસન્નતા એ જાતિને, અન્યાશ્રય દોષને ભેદી નાખો અને મારા ઉપર આપ પ્રસન્ન થાઓ. (૧)