________________
૨૮૪ ૨. સાધુધર્મ પરિભાવને સૂત્ર ૧. ધર્મગુણેને સ્વીકારવાની રુચિ થયા પછીનું કર્તવ્ય જાયાએ ધમ્મગુણપડિવત્તિસદ્ધાએ, ભાવિન્ના એએસિં સર્વે પયઈસુંદરત્ત અણુગામિત્ત પરેવયારિત્ત પરમ©હેઉત્ત, તહા દુરણચરd, ભંગે દારુણત્ત, મહામે હજણગd, ભૂઓ , દુલ્મહત્તતિ એવું : જહાસતીએ ઉચિઅવિહાણેણ અચંતસુભભાવસાર પવિજિજજૂજા
તેવા પ્રકારના કર્મને પશમ વડે ભાવથી ધર્મ ગુણને સ્વીકાર કરવાની શ્રદ્ધા રુચિ ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મગુણનું સ્વરૂપ વિચારવું. તે આ પ્રમાણે-ધર્મગુણે જીવન સંકિલષ્ટ પરિણામને શુદ્ધ કરે છે. તેથી તે સ્વભાવથી જ સુંદર છે, ભવાંતરમાં પણ તેની વાસના ભાવના આવે છે, માટે ધર્મગુણે અનુગામી જીવની સાથે જનારા છે. ધર્મગુણેથી તે તે રીતે પીડા આદિની નિવૃત્તિ થતી હેવાથી ધર્મગુણે પોપકારી છે, પરંપરાએ મેક્ષનું કારણ હેવાથી ધર્મગુણે પરમાર્થના હેતુ છે, સદા તેને અભ્યાસ ન હોવાથી ધર્મગુણે પાળવા દુષ્કર છે, ધર્મગુણને ભંગ થાય તે ભગવાનની આજ્ઞાનું ખંડન થવાથી ભયંકર ફળ મળે છે, ધર્મગુણોને ભંગ ધર્મને દૂષિત બનાવતા હોવાથી તેનાથી મહામહનીય કર્મ બંધાય છે, પાપના અનુબંધની પુષ્ટિ થવાથી ફરી ધર્મગુણની પ્રાપ્તિ દુર્લભ બને છે.