________________
૨૦૬
અતિ કષ્ટથી ઉછેરીને, ડાહ્યા બનાવ્યા દીકરા, મા બાપને માને નહિ, પેટે પડયા ઝખ મારવા ૧૬૩૭
શું કામના માટા સમુદર, તૃષા કાઇની ના ટળે, એથી ભલી નાની નદી, જ્યાં સર્વને શાંતિ મળે ! સુખીયા ખરા છે એજ, જે દુ:ખીયા જનાના દુ:ખ હરે, મોટા મનાતા એ જ, જે નાના ઉપર કરુણા કરે ૬૪ દરરોજ જુવે છે જ્યાં, જન સેકડા શમશાનમાં, હું અમર છું એમ માને, માનવી ઊંડાણમાં ધનભેગ કાજે પાપ કરતાં નર જન્મ એળે ખાવતા, પરલાક થાશે કઇં ગતિ, ચેતે નહિ નિજ ચિત્તમાં ૬૫ વર્ષગાંઠ તણે દિને, ખાએ પીએ છે માલ, પણ સમજે નહિ એટલું, કે દિવસ ગાંઠના જાય ! છ કાયમાંથી જીવ આવીયા, છ કાય માંહે જાય, છ કાયની રક્ષા કરે, તે અજરામર થાય ૬૬ા દીન દુ:ખી જનને ન પેાખ્યા, મેં અહા! છતી શક્તિયે, સાધિમ કેાનુ ના કર્યું, વાત્સલ્ય રૂડી ભક્તિયે । નવકાર મંત્ર મહ્યા છતાં, ધાર્યો ન મે હૈયા વિષે, કવ્યુ સ` ભૂલી અરે ! હારી ગયા નર જન્મને ૬૭