________________
ઇદ્રિના વિષયનું સુખ તે એક તલ માત્ર છે, અને દુઃખ તે મેરૂ પર્વતના શિખરથી પણ મોટું છે, -વળી તે દુઃખ કરે ભવે પણ ખાલી થતું નથી. માટે છે જીવ! ઇંદ્રિયોના વિષયનું આવું મહાદુઃખ જાણીને તને ઉચિત લાગે તેમ કર. (૬) ભુંજતા મહુરા વિવાગવિરસા, કિપાગતુલ્લા ઈમે, કચ્છકડુઅર્ણવ દુફખજણયા, દાવિંતિ બુદ્િધ સુહા મજઝહે મયતિન્ડિઅલ્વે સયય,
- મિચ્છાભિસંધિપયા, ભુત્તા દિતિ કુજમ્મણિગહણું, ભેગા મહારિણે
ભગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા કિપાકફળ સરખા વિષયો આ ખરજની માફક અનંત દુઃખ ઉત્પન્ન કરનાર છે, એટલે જે ખરજને ખંજવાળતાં તે ઘણું સુખ ઉપજે છે, પણ પરિણામે નખના ઝેરથી તે ખરજમાંથી મોટાં ચાંદા અને ગુમડાં વિગેરે થાય છે. છતાં પણ સુખની બુદ્ધિ ઉપજાવે છે એટલે ખરજ ખણત જીવ. મનમાં સુખ માને છે. વળી ઉનાળાના તાપથી મધ્યાહુન સમયે મૃગતૃષ્ણની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એ વિષયભેગો ભેગવ્યા છતાં દુર્ગતિ રૂપ અર્વમાં ભાડે છે, માટે વિષયભોગે તે મહાશત્રુ સમાન છે. (૭)