________________
[ ૧૭ ] સાત તીર્થયાત્રા કરી. પ્રથમ વ્રત– “મારી એ જે અક્ષર મુખથી બેલાય, તે પણ ઉપવાસ કર.
બીજ વત–ભૂલમાં કે બીજી રીતે અસત્ય બોલાઈ જાય તે આયંબિલાદિકને તપ કરવો.
ત્રીજું વ્રત-મૃત્યુ પામેલ બિનવારસીનુંયે દ્રવ્ય લેવું નહિ.
ચતુર્થ વ્રત–કુમારપાળ મહારાજાએ ધર્મ પામ્યા પછી ન પરણવાને નિયમ કર્યો હતે. ચાતુર્માસમાં મન, વચન અને કાયાએ શીલ-બ્રહ્મચર્ય પાળતા હતા. મનથી શીલ ભાગે તે ઉપવાસ, વચનથી ભાંગે તે આયંબિલ અને કાયાથી ભાંગે તા એકાસણું કરતા હતા તેમજ પારસી સહેદરનું બિરુદ હતું. જો પાલદેવી વિગેરે આઠ રાણીઓના મૃત્યુ બાદ પ્રધાનાદિકોએ ઘણું કહ્યાં છતાં, પણ પરણવા માટે નિયમને ભંગ કર્યો નહિ. આરાવિક (આરતિ) માટે સાથે રાખવા ભે પાલદેવી રાણીની સુવર્ણની મૂર્તિ કરાવી હતી. શ્રી ગુરુ મહારાજાએ વાસક્ષેપૂર્વક મહારાજાને રાજર્ષિનું બિરૂદ આપ્યું.
ઉપર મુજબ કુમારપાળ મહારાજા ચતુર્થ વ્રતને બ્રિજે
૧ આપણે-“મર” “મરી જમર કેમ નથી મૂઓ” વિગેરે શબ્દ બોલીએ છીએ. તેમાં સત્યતા નથી, અને સામાને મનમાં દુખ તે એટલાથી પૂર્ણ થાય છે. અને હિંસાનું પાપ લાગે છે. જેથી પરિણામે ભયંકર કષ્ટ ભોગવવા પડે છે. અ. અવિ. ૩