________________
८१
नामघटादीनामघटत्वे कारणत्रिकम् । वा वि ॥२२२९ ॥ नामस्थापनाद्रव्यरूपाः कुम्भा न भवन्ति, (१) जलाहरणादितत्कार्याकरणात्, पटादिवत् । तथा (२) प्रत्यक्षविरोधात्, अघटरूपास्ते प्रत्यक्षेणैव दृश्यन्त इति प्रत्यक्षविरोधः । तथा (३)घटलिङ्गादर्शनाच्च, जलाइरणादि घटलिङ्गं च तेषु न दृश्यते, ततोऽनुमानविरोधोऽपीति कथं ते नामादिघटा घटव्यपदेशभाजो भवेयुः ? न च घटपदान्नामादिघटोपस्थितेरस्खलिताया दर्शनात् स्वारसिकघटपदप्रयोगलक्षणो व्यपदेशस्तेषु न विरुध्यत इति वाच्यं, नयेनानेन भावातिरिक्तविषयांशे सङ्केतग्रहस्याऽप्रमाणत्वेन गृहीततया नामादिषु तत्पदप्रयोगस्यास्वारसिकत्वाद् । लोकस्तु कदाचिद् ‘बुध पदेनापि मूर्खाल्लेखं करोति, श्रोतुश्च मूर्योपस्थितिर्भवत्यपि, न चैतावतैव स्वारसिकबुधपदप्रयोगलक्षणो व्यपदेशो मूर्खे न विरुद्ध इति वक्तुं पार्यते ।
છે. નામાદિઘટને શબ્દનય જે નકારે છે તેમાં કારણ આ રીતે આપે છે - નામાદ્રિો ન મા. /રરર૬ // નામ-સ્થાપના-દ્રવ્યરૂપ ઘડી એ ઘડા નથી, કારણ કે (૧) જળાહરણાદિરૂપ ઘટકાર્ય કરતા નથી, જેમકે પટ, (૨) પ્રત્યક્ષથી વિરોધ છે. કારણ કે પ્રત્યક્ષથી જ તે નામૃઘટાદિ અઘરૂપે દેખાય છે અને (૩) ઘટનું જ્ઞાપક જે જળાહરણાદિ લિંગ, તે નામઘટાદિમાં જોવા મળતું નથી, તેથી અનુમાનવિરોધ પણ છે. તેથી એ નામઘટ વગેરે “ઘડો' શી રીતે કહેવાય ?
શંકા – “ઘટ’ પદ સાંભળવાથી નામાદિ ઘટ પણ અખ્ખલિત રીતે ઉપસ્થિત થાય જ છે, તેથી નામાદિ ઘટ માટે “ઘટ' પદનો સ્વારસિક પ્રયોગ વિરુદ્ધ નથી.
સમાધાન - આમ ન કહેવું, કારણ કે આ નય ભાવનિક્ષેપ સિવાયના વિષયોમાં ( નામાદિ નિક્ષેપાઓમાં) “ઘટ” પદના સંકેતગ્રહને અપ્રમાણ માને છે. અર્થાત્ ગોપાળદારક અંગે આને “ઘટ' કહેવો વગેરે રૂપ જે સંકેતનું જ્ઞાન, તે પ્રમાણભૂત નથી એવું આ નય કહે છે. માટે નામઘટાદિ માટે “ઘટ’પદના પ્રયોગને આ નય અસ્વારસિક માને છે.
[શંકા - પણ લોકો તો ઘટનામક ગોપાળદારકને જણાવવા માટે “ઘટ'પદનો સ્વારસિક પ્રયોગ કરે જ છે, ને શ્રોતાને પણ એનાથી સ્વારસિક ગોપાળદારકની ઉપસ્થિતિ થાય જ છે ને !].
સમાધાન - લોકો તો ક્યારેક “બુધ પદથી મૂરખ માણસનો ઉલ્લેખ કરે છે અને શ્રોતાને પણ “મૂરખ' ની ઉપસ્થિતિ થાય જ છે. પણ એટલા માત્રથી “બુધ” શબ્દનો મૂખને જણાવવા માટે સ્વારસિક પ્રયોગ કરવો એ અવિરુદ્ધ છે એમ કહી શકાતું નથી. એ જ રીતે નામાદિઘટ માટે જાણવું.