________________
नयवाक्यानामवधारणसाहित्य-राहित्यविमर्शः
३१९
हि प्रसिद्धो न्यायः | ' अवधारणेन विना न किमपि वाक्यं शाब्दबोधजनकं भवति' इति हि तत्सूचितोऽर्थः स्पष्ट एव, अन्यथा सावधारणत्वनियमस्य वैयर्थ्यापत्तेः । नयवाक्यमपि शाब्दबोधजनकं तु भवत्येव, शिष्टैः प्रयुज्यमानत्वात्, वस्तुस्वरूपस्य विवक्षितस्यांशस्य बोधजनकत्वाच्च । अतस्तेनापि सावधारणेन भवितव्यमेव । अतो 'जीवो नित्य एव, न त्वनित्यः' इति सावधारणं नयवाक्यं मयोक्तम् । मलयगिरिचरणैर्हेमसूरिभिश्चावधारणीभाषाया मिथ्यात्वं - दुर्नयत्वं च यदुक्तं, तत्समस्तवस्तुस्वरूपनिश्चायकत्वाभिप्रायेण प्रयुज्यमानस्यावधारणस्याभिप्रायेणैव, तादृगवधारणेन सावधारणस्य वाक्यस्यैव तीर्थान्तरीयप्रयुक्तवाक्यतुल्यतया मिथ्यात्वात् । ततश्च वस्त्वंशनिश्चायकेनावधारणेन सहितं समस्तवस्तुनिश्चायकेनावधारणेन रहितं नयवाक्यं भवतीति फलितोऽर्थः ।
अथ 'सर्वं वाक्यं सावधारणं भवति' इति न ह्येतावानेव तन्न्यायः, अपि तु 'इष्टश्चावधारणविधिः' इत्यंशसहित एव तन्न्यायः । તતશ્ર્વ યથા ‘નીલં માં મતિ'
4.
ન્યાય છે. ‘અવધારણ વિના કોઈપણ વાક્ય શાબ્દબોધજનક બનતું નથી' એ એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે, કારણ કે નહીંતર સાવધા૨ણત્વનો નિયમ વ્યર્થ બની જાય. નયવાક્ય પણ શાબ્દબોધ જનક તો બનતું જ હોય છે, કારણ કે (૧) શિષ્ટ પુરુષો દ્વારા બોલાય છે, તથા (૨) વસ્તુસ્વરૂપના વિવક્ષિત અંશનું બોધજનક હોય છે. માટે એ પણ સાવધારણ હોવું જ જોઈએ. તેથી, ‘જીવ નિત્ય જ છે, નહીં કે અનિત્ય' એવું સાવધા૨ણ નયવાક્ય મેં કહ્યું છે. શ્રીમલયગિરિ મહારાજ અને શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે અવધારણી ભાષાને મિથ્યા અને દુર્નયરૂપે જે કહેલ છે તે સમસ્ત વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરાવી આપે એવા અભિપ્રાયથી વપરાતી અવધારણી ભાષાના અભિપ્રાયથી જ કહેલ છે. (અર્થાત્ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જણાવવાનો અભિપ્રાય હોય... અને એ વખતે નીવો નિત્ય વ એમ અવધારણીભાષા વાપરવામાં આવે તો એ મિથ્યા છે, દુર્નય છે...) આવા જકારથી સાવધારણ બનેલું વાક્ય જ અન્ય દર્શનના વાક્યને તુલ્ય હોવાથી દુર્નય બને છે મિથ્યા બને છે. એટલે, વસ્તુના અંશનો નિશ્ચય કરાવનાર અવધારણથી સહિત વાક્ય, તથા સમસ્ત સ્વરૂપનો નિશ્ચય કરાવનાર અવધારણથી રહિત વાક્ય એ નયવાક્ય હોય છે, એવો અહીં ફલિતાર્થ મળ્યો.
શંકા સર્વ વાક્ય સાવધારણ હોય છે' આ ન્યાય આટલો જ નથી, પણ રૂટથ્થાવધારવિધિ: (જે રીતે ઇષ્ટ હોય એ રીતે વાક્યમાં ‘જ’કાર ગોઠવવો) એવો અંશ પણ સાથે રહેલો છે. એટલે ‘નીલકમળ હોય છે' આવા વાક્યમાં નીલ જ કમળ હોય