________________
: ૨૧૪: જાણીને ઉંમરને અનુરૂપ સંબંધથી બેલે. જે તે સ્ત્રી વયોવૃદ્ધ અને પિતે મધ્યમ ઉંમરને હેય તે કહે કે મારી માતા તમારા જેવી હતી. તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તે કહે કે
મારી બેન તમારા જેવી હતી.” નાની ઉંમરની હોય તે કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.” ઈત્યાદિ રીતે બેલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વ સંસ્તવ નામને દેષ લાગે.
સંબંધી પશ્ચાસં સ્ત–પાછળથી સંબંધ બંધાયે હોય તે સાસુ-સસરા આદિને સંબંધથી પરિચય પાડવો.
મારી સાસુ. પતિને તમારા જેવા હતાં” વગેરે બોલે તે સંબંધી પશ્ચાતુસંસ્તવ કહેવાય.
વચન પૂર્વસંસ્તવ-દાતારના ગુણ આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. 'ભિક્ષા લીધા પહેલા સાચા કે બેટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમકે “અહે ! તમે દાનેશ્વરી છે તેની માત્ર વાર્તા જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છે કે તમારા ગુણોની પ્રશંસા તે ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.” વગેરે બેલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય.
વચન પશ્ચાસંસ્તવ–ભિક્ષા લીધા પછી દાતારની પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બેલે કે “આજ તમને જેવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જેવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય! તમારા ગુણે. સાચા જ છે, તમને જોયા પહેલા તમારા દાનાદિ ગુણ સાંભળ્યા હતા, ત્યારે