________________
: ૧૪૩ :
સ્નિગ્ધ, મધુર એવી ભિક્ષા મળવા છતાં ખાઈ શકતા નથી, તેઓ તે ગરીબના ઘરેથી મળેલું સુકુપાકું ખાવાને લાયક છે.”
યક્ષદિને પિતાની પત્નિને લાડવા આપવા કહ્યું એટલે તે શીકામાં મૂકેલા ઘડામાંથી લાડવા લેવા ગઈ. લાડવાની સુગં. ધીથી એક સર્વે કઈ રીતે ત્યાં આવીને બેઠે હતું, જ્યાં વસુમતીએ લાડવા લેવા અંદર હાથ નાખે ત્યાં જ સર્પે ડંખ દીધે. સર્પ કરડતાં વસુમતી એકદમ બૂમ પાડી ઉઠી કે મને સર્પ કરડ્યો, મને સર્પ કરડ્યો.” આમ બૂમ પાડતાં બેભાન થઈને નીચે ઢળી પડી.
વસુમતીને સર્પ કરડ્યો જાણી યક્ષદિને તુરત ગામમાંથી સપના ઝેરને ઉતારનાર માણસને બોલાવીને ઝેર ઉતરાવ્યું. વસુમતીની જીંદગી બચી ગઈ.
કેટલાક દિવસે ધર્મરૂચી અનગાર તેના ઘેર ભિક્ષાએ આવ્યા, ત્યારે યક્ષદિને સાધુને ઠપકો આપતાં કહ્યું કે “તમારે ધર્મ દયા પ્રધાન હોવા છતાં તમેએ તે દિવસે સર્ષ જેવા છતાં શા માટે અમને કહ્યું નહિ અને ઉપેક્ષા કરી ?” * સાધુએ કહ્યું કે “મેં કાંઈ તે દિવસે શીકામાં સર્ષ જોયે ન હતું, પરંતુ અમારા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે કે
શીકા આદિ ઉપરથી ભિક્ષા લઈને આપે તે “માલાપહત” નામને દેષ લાગે. તેથી તેવી ભિક્ષા ગ્રહણ ન કરવી.” માટે હું ભિક્ષા લીધા સિવાય પાછો ગયો હતે.” |આ સાંભળતા યક્ષદિન્ન વિચારવા લાગે કે “આમના ભગવાને કે નિર્દોષ સાધુને ધર્મ બતાવ્યું છે. જે આ