________________
ભાવકારી
૩૧૧
પ્ર. ? દાન વગેરે લબ્ધિઓ આગળ ક્ષાયિક ભાવની કહી છે અહીં તે ક્ષાયે પશમિક ભાવે * કહી છે તે પછી બંને વાતમાં વિશેષ કેમ ન થાય? ઉ. : એ પ્રમાણે નથી કેમકે તમે તાત્પર્ય જાણતા નથી. દાન વગેરે લબ્ધિઓ બે પ્રકારે
થાય છે. એક તે અંતરાયકર્મના ક્ષયથી અને એક તેના ક્ષપશમથી થાય છે. આગળજે ક્ષાયિકલબ્ધિ કહી છે તે ક્ષયથી થયેલ છે અને તે કેવલીઓને જ હોય છે. અહીં જે લાપશમિક લબ્ધિ કહી છે તે ક્ષયે પશમથી થયેલ છે અને તે છદ્મસ્થાને જ હોય છે એમ જાણવું આ પ્રમાણે કહેલ આ સભા ક્ષાપશમિક રૂપે છે. (૨૬૮)
હવે ઔદયિક અને પરિણામિક ભાવથી ઉત્પન્ન થયેલ જીવના ધર્મોને બતાવે છે. गइ काय वेयं लेसा कसाय अन्नाण अजय अस्सण्णी । मिच्छाहारे उदया जिय भवियरियतिय सहावो ॥२६९॥ ગાથાર્થ ઃ ગતિ, કાય, વેદ, લેડ્યા, કષાય, અજ્ઞાન, અવિરતિ, અણી, મિથ્યાત્વ, આહા
રકપણું એ ઓદયિકભાવ છે. જીવવ, ભવ્યત્વ અને ઈત્તર એટલે અભવ્યત્વ - એ પારિણામિક ભાવ છે. (૨૬૯)
ટીકાઈ; આ સર્વે ગતિ વગેરે પણ જીવન પર્યાયે નરકગતિ નામકર્મ વગેરેના ઉદયથી હોવાથી કાર્યમાં કારણને ઉપચાર જેમ “આ મારું શરીર જુનું કર્મ છે વગેરેની માફક, આ સર્વે ગતિ વગેરે જીવ પર્યાયે ઔદયિકભાવમાં ગણાય છે. તે આ પ્રમાણે જે આ નારકપણું, તિર્યચપણુ, મનુષ્ય પણ, દેવપણું રૂપ જે ગતિ પર્યાય જીવમાં ઉત્પન્ન થાય છે તે નરકગતિ વગેરે નામકર્મને ઉદયથી જ થાય છે, પૃથ્વીકાયત્વ, અપકાયત્વ, વગેરે પર્યાયે પણ ગતિ, જાતિ, શરીર, પ્રત્યેક, સ્થાવર વગેરે નામકર્મના ઉદયથી જ થાય છે. સ્ત્રીવેદ વગેરે ત્રણ વેદે સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ રૂપ મેહનીય કર્મના ઉદયથી હોય છે. વેશ્યા પર્ક તે જેઓના મતે કષાય નિષ્યન્ટ (પરિણામ) રૂપ લેશ્યા તેમના અભિપ્રાયે કષાય મેડનીય કર્મના ઉદયથી અને જેમના મતે ‘ગ પરિણામ રૂપ લેશ્યા. તેમના મતે ત્રણ યુગના ઉત્પાદક કર્મના ઉદયથી લેશ્યા હોય છે બીજાએ આ પ્રમાણે માને છે, કે જેમ સંસાર સ્વત્વ રૂ૫ અસિદ્ધત્વ આઠ કર્મના સમૂહના ઉદયથી થાય છે તેમ વેશ્યા ષક પણ થાય છે. કેપ વગેરે કષાયે, કષાય મેહનીય કર્મના ઉદયથી હોય છે. વિપરિત બંધ રૂપ અજ્ઞાન પણ મતિ અજ્ઞાન વગેરે જ્ઞાનાવરણ તથા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી હેય છે જે આગળ આ જ મતિઅજ્ઞાન વગેરેનું ક્ષાપશમિકપણું કહ્યું છે તે ફક્ત પદાર્થની જાણકારી માત્ર રૂપ જ સમજવું અથવા સમસ્ત પદાર્થોની વિપરીત કે અવિપરીત રૂપ જાણકારી, જે જ્ઞાનાવરણીય કર્મને લાપશમથી જ થાય છે. પણ તે