________________
ભવાયુકાળ
૨૩૫ . જે ભવનપતિ અંતરની દશહજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે, તે પછી તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? તે જણાવવા માટે અસુરકુમાર વગેરે ભવનપતિઓની અને વ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે.
असुरेसु सारमहियं सड्ढं पल्लं दुवे य देसूणा । नागाईणुक्कासा पल्लो पुण वंतरसुराणं ॥२०४॥ ગાથાર્થ : અસુરકુમારમાં દક્ષિણ દિશામાં એક સાગરેપમ અને ઉત્તર દિશામાં
સાગરેપમથી અધિક નાગકુમાર વગેરે નવ ભવનપતિમાં દક્ષિણ દિશામાં દેઢ પલ્યોપમ અને ઉત્તરદિશામાં બે પલ્યોપમમાં કંઇક ન્યૂન ઉત્કૃષ્ટ
રિથતિ છે. વ્યંતરદેવની એક પ૯પમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦) ટીકાર્થ : અહીં ભવનપતિઓના અસુરકુમાર વગેરે દેશ લે છે તે ધૃતરૂપી સાગરમાં આ પ્રમાણે કહ્યા છે. “અસુરકુમાર, નાગકુમાર. સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર આ દશ ભેદ ભવનપતિના છે.” આ અસુરકુમાર વગરે દશેના બે ભેદે છે. જે મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં રહેલ અને ઉત્તર દિશામાં રહેલ, તેમાં જે મેરૂની દક્ષિણ દિશાવતી અસુરકુમારેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તર દિશાવતી અસુરકુમારે કંઈક અધિક એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
- નાગકુમાર વગેરેની મારિ શબ્દથી સુવર્ણકુમાર વિદ્યુતકુમાર વગેરે લેવા. દક્ષિણ દિશાવતી તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દેઢ પલ્યોપમની અને ઉત્તરદિશાવર્તી નાગકુમાર વગેરેની દેશના બે પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઉત્તરદિશામાં રહેલા એમને સ્વાભાવિક જ શુભ અને દીર્ધાયું હોય છે જ્યારે દક્ષિણ દિશાવર્તીએને એથી વિપરિત હોય છે.
પિશાચ, ભૂત, યક્ષ વગેરે આઠ પ્રકારના વ્યંતરને તે એક પોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. - દક્ષિણ દિશામાં રહેલા અસુરકુમારના ઈદ્ર, અમરેંદ્રની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુ છે. ઉત્તર દિશાવતી અસુરકુમારના ઈન્દ્ર બલીંદ્રની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાચાર પેપમ છે. નાગકુમાર વગેરે નવનિકાયની ઉત્તર દિશાવતી દેવીઓની ઉત્કૃષ્ટસ્થિતિ દેશના પ પમ, દક્ષિણ દિશાવતી દેવીઓની તેમજ વ્યંતર દેવીઓની ઉત્કૃષ્ટસ્થિતિ અડધા પલ્યોપમની છે. એ જાતે જ જાણી લેવું. જઘન્યથી દશહજાર વર્ષ રૂપ આગળ કહી ગયા છે.
હવે તિષ્ક દેવેનું આયુ પ્રમાણ કહે છે.”