________________
૧૮૮
જીવસમાસ સમાંતર તેજ) વર્ગમૂળ સાથે ગુણવાથી ભવનપતિની શ્રેણીના વિસ્તાર રૂપ સૂચિ થાય છે. તે પહેલા વર્ગમૂળને પણ બીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ સાથે ગુણવાથી રત્નપ્રભાના નારકેની શ્રેણીના વિસ્તાર રૂપ સૂચિ થાય છે. આ બીજા વર્ગમૂળને પણ ત્રિીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ સાથે ગુણવાથી સૌધર્મદેવની શ્રેણી વિસ્તાર રૂપ સૂચિ થાય છે. હવે આને તાત્પર્યા કહે છે.
અત્તરનું જે અંગુલ પ્રમાણ ક્ષેત્ર છે તે વાસ્તવિક રીતે અસંખ્યાતશ્રેણી રૂપ છે જે શ્રેણીઓ શિષ્યને સુખપૂર્વક જાણી શકાય માટે બસે છપન પ્રમાણ તેની કલ્પના કરે છે. આ સંખ્યાનું પહેલું વર્ગમૂળ બીજુ વર્ગમૂળ અને ત્રીજું વર્ગમૂળ લેવાય છે. આ ત્રણે વર્ગમૂળ અસંખ્યાત શ્રેણી રૂપ છે છતાં પણ પહેલા કહેલ કારણથી જ પ્રથમ વર્ગમૂળમાં સેળ શ્રેણીઓ બીજા વર્ગમાં ચાર શ્રેણી અને ત્રીજામાં બે શ્રેણી કપાય છે. આ પ્રમાણે કર્યા પછી વાસ્તવીક પણે અસંખ્યાત શ્રેણીરૂપ અને કલ્પનાથી બને છપ્પન શ્રેણીરૂપ અંગુલપ્રમાણ પ્રતર ક્ષેત્રને વાસ્તવીક પણે અસંખ્યાત શ્રેણીરૂપ અને કલ્પનાથી સોળ શ્રેણરૂપ પહેલા વગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ વડે ગુણવાથી વાસ્તવિકપણે અસંખ્યાત શ્રેણીના વિસ્તાર રૂપ કલ્પનાવડે (૪૦૯૬) ચાર હજાર છ-નુ શ્રેણીના વિસ્તારરૂપ ભવનપતિઓની વિષ્કભસૂચિ થાય છે. આટલી પ્રત્તર શ્રેણીઓમાં જેટલા આદેશપ્રદેશે થાય છે તેટલા ભવનપતિ દેવે થાય છે એ પ્રમાણે આગળ ભાવાર્થ જાણવો. જે પહેલું વર્ગમૂળ છે તેને બીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ સાથે ગુણતા રત્નપ્રભાના નારકેની વિષ્ઠભ સૂચિ થાય છે. આ પણ વાસ્તવિક પણે અસંખ્યાત શ્રેણી રૂ૫ છે. કલ્પથી ૬૪ ચોસઠ શ્રેણીરૂપ જાણવી. જે બીજુ વર્ગમૂળ છે તેને ત્રીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમુળ સાથે ગુણવાથી સૌધર્મ દેવની વિકેભ સૂચિ થાય છે. આ પણ સદુભાવથી અસંખ્યાત શ્રેણી રૂપ છે પણ કલ્પનાથી આઠ (૮) શ્રેણી રૂપ જાણવી. આ ચાલુ ગ્રંથને અભિપ્રાય છે.
આ વાત પ્રજ્ઞાપના મહાદંડક તેમજ અનુગદ્વાર વગેરે સાથે વિસંવાદ પામે છે. તે આ પ્રમાણે પ્રજ્ઞાપના મહાદંડકમાં ભવનપતિઓથી રત્નપ્રભા નારકે અસંખ્યાતગુણ કહ્યા છે જ્યારે ચાલુ ગ્રંથની ગાથામાં રત્નપ્રભા વિષ્કભ સૂચિ લઈ ભવનપતિ સુચિ અસંખ્યાત ગણી મોટી રૂપે કહી છે માટે રત્નપ્રભાનારકેથી ભવનપતિએજ અસંખ્યાત ગુણા થયા આમ આ સ્પષ્ટ વિસદશતા જણાય છે.
અનુગ દ્વારમાં પણ રત્નપ્રભા નારકની સંખ્યાના વિચારમાં “ તેઓની વિકંભ શ્રેણી સૂચી અંગુલ પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણવાથી” પ્રત્યુત્પન્ન એટલે ગુણાકાર. એ વચન ભવનપતિ સંખ્યાના વિચારમાં તેઓની વિખંભ શ્રેણી સૂચી અંગુલના પ્રથમ વર્ગમૂળના સંખ્યાત ભાગે છે. આ પ્રમાણે રત્નપ્રભા નારકની વિર્ક સૂચીથી