________________
૨/૨૯. પરામર્શ.....
આ માટે જ મિન્નપ્રવૃત્તિનિમિત્તયો: એવું વિશેષણ પદ પૂર્વોક્ત તત્ત્વ પ્રકાશિકા બુ. રૃ. ના લક્ષણમાં કહેલું છે.
–
-
આમ વાક્યમાં પણ જે પદ ક્રિયાપદ સાથે સમાન – અર્થવાળુ હોય તે સમાનાધિકરણ (એકાર્થ) હોયને પ્રધાનપદ કહેવાય છે. અને જે પદ ક્રિયાપદ સાથે એક - સમાન અર્થવાળું નથી હોતું તે વ્યધિકરણ વિશેષણ હોયને અપ્રધાન પદ કહેવાય છે. ઉદા. થી સ્પષ્ટ કરીએ - ખિનો યુષ્માન્ રક્ષતુ । (જિનેશ્વરદેવ તમને રક્ષો, તમારી રક્ષા કરો.) અહીં કર્તરિ - પ્રયોગ છે. એટલે ક્રિયાપદથી કર્તાનું અભિધાન થાય છે. તથા નિન: પદ અહીં કર્તા રૂપે છે. તેનો અર્થ ‘જિનેશ્વરદેવ’ રૂપ પદાર્થ છે, એ જ રક્ષતુ – ક્રિયાપદનો અર્થ = ‘રક્ષણ કરો' એમ છે. વળી જિન એ દ્રવ્યરૂપ પ્રવૃત્તિનિમિત્તવાળો (દ્રવ્યવાચી) શબ્દ છે. જ્યારે રક્ષતુ એ (રક્ષણરૂપ) ક્રિયા - પ્રવૃત્તિનિમિત્તક શબ્દ છે. આ રીતે બન્ને ય શબ્દો ભિન્ન - ભિન્ન પ્રવૃતિનિમિત્તવાળા પણ છે. આથી આ બન્નેય પદો સમાનાધિકરણ / એકાર્થ છે. આથી નન: એ રક્ષતુ પદનું સમાનાધિકરણ વિશેષણ છે. આથી તે પ્રધાનપદ કહેવાય. જ્યારે યુધ્માત્ નો અર્થ ‘તમને’ એ જ રક્ષતુ પદનો અર્થ નથી. આથી યુધ્માન્ એ વ્યધિકરણ વિશેષણ છે. આમ કર્તરિ - પ્રયોગમાં કર્તા ક્રિયાપદનું સમાનાધિકરણ વિશેષણ બને છે, આથી પ્રધાન પદ છે. જ્યારે બીજા કર્માદિ કારકપદો એ વ્યધિકરણ વિશેષણ બને છે, માટે, અપ્રધાન પદ છે.
-
કર્મણિ પ્રયોગમાં ક્રિયાપદ વડે કર્મ અભિહિત થાય છે, કહેવાય છે. આથી નેિન સૂર્ય રક્ષ્યધ્વમ્ । જિનેશ્વરદેવ વડે તમે રક્ષાઓ, તમારી રક્ષા થાઓ. એવા કર્મણિ પ્રયોગમાં સૂર્ય પદ એ કર્મ (કા૨ક) છે અને તેનો અર્થ ‘તમે’ છે. એ જ રક્ષ્યધ્વમ્ પદનો અર્થ = ‘રક્ષણ કરાઓ' એ પ્રમાણે છે. આથી બન્ને ય પદોનો એક જ અર્થ હોવાથી સમાનાધિકરણ છે અને બન્નેયનું પ્રવૃત્તિનિમિત્ત પણ પૂર્વોક્ત રીતે જુદુ જુદુ છે. આથી વિશેષણ - વિશેષ્યભાવ થાય છે. આમાં રક્ષ્યમ્ એ વિશેષ્ય પદ છે અને સૂર્ય એ તેનું વિશેષણ પદ છે. આમ કર્મણિ - પ્રયોગમાં કર્મ એ ક્રિયાપદનું સમાનાધિકરણ વિશેષણ બને છે, આથી પ્રધાન પદ છે. જ્યારે બીજા નિનેન વગેરે કદિ વાચક પદો એ વ્યધિકરણ વિશેષણ બને છે, માટે, અપ્રધાન પદ છે.
વિશેષળમાવ્યાત્ત વાવયમ્ (૧-૧-૨૬) સૂત્રના શ.મ.બૃહન્યાસમાં વિશેષણની વ્યાખ્યા અને તેના (૧) સાક્ષાત્ અને (૨) પરંપર એવા બે પ્રકાર જણાવતાં કહેલું છે કે, વત્ યિાયા: સાધનસ્થ વા તવતदात्मनोऽतद्रूपादव्यवधानेन व्यवच्छेदकं, क्वचित् तत् साक्षात् विशेषणम् । यत् तद्विशेषणस्य विशेषणं तत् पारम्पर्येण । तदपि तद्विशिष्टेन त्याद्यन्तं विशिष्यत इति तद्विशेषणेऽपि नियोगात् तस्य विशेषणं भवत्येव ।
અર્થ :- જે પદ, તદતદાત્મક = તદાત્મક હોય અને અતદાત્મક પણ હોય - એવી ક્રિયાનું અથવા સાધનનું (કદિ કારક પદોનું) અતદ્રુપ ક્રિયા વગેરેથી અવ્યવધાન વડે (અર્થાત્ સાક્ષાત્) વ્યવચ્છેદક હોય, ક્યારેક તે સાક્ષાત્ વિશેષણ બને. અને જે તેના - ક્રિયાપદના વિશેષણનું પણ વિશેષણ હોય તે પરંપરાએ (પરંપર) વિશેષણ કહેવાય. આવું પરંપ વિશેષણ પણ ક્રિયાપદનું વિશેષણ ગણાય છે. અર્થાત્ આવું પરંપર વિશેષણ પણ તેનાથી વિશિષ્ટ કારકાદિ વડે ત્યાઘન્તપદ / આખ્યાતપદ / ક્રિયાપદ વિશેષિત કરાતું હોયને - ત્યાઘન્તનું પણ વિશેષણ હોવાનો નિયમ હોવાથી - ત્યાઘન્ત / ક્રિયાપદનું વિશેષણ થાય જ છે. આમ કર્તા, કર્મ વગેરે ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણો છે અને કર્તા, કર્મ વગેરેના વિશેષણો એ ક્રિયાપદના પરંપર વિશેષણો છે. શાન્તીનાં તે ઓવન વાતિ ચૈત્રઃ । આ વાક્યમાં ોનું, તે, ચૈત્ર, વગેરે પદો, વતિ ક્રિયાપદના સાક્ષાત્ (પછી સમાનાધિકરણ હોય કે વ્યષિકરણ) વિશેષણો છે. જ્યારે શાન્તીનાં
૩૮૫