________________
૧પ૮પ માં આ યાત્રા કરી એમ જણાવ્યું છે, એથી સમજાય છે કે–આ તીર્થમાળાને સમય ૧૫૬૫ ને છે. આમાં ચંદેરીથી નીકળેલા સંઘે પૂર્વદેશનાં જે જે તીર્થોની યાત્રા કરી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કવિએ પણ ચંદેરીથી કયા સંઘવીએ સંઘ કાઢો હતો, એ જણાવ્યું નથી.
ત્રીજી તીર્થમાળા કલ્યાણવિજયજીના શિષ્ય વિજયે સં. ૧૬૬૪ માં બનાવી છે. સમેતશિખરની યાત્રા માટે આગરાથી સંઘવી બિંબૂ અને અરજીએ સંઘ કાઢયે હતે. આ સંઘે પૂર્વદેશનાં જે જે તીર્થોની યાત્રા કરી એનું એમાં વર્ણન છે.
ચેથી તીર્થમાળા કવિ લાલવિજયજીના શિષ્ય પંસૈ. ભાગ્યવિજયજીએ સં. ૧૭૫૦ માં બનાવી છે. આ કવિએ પિતાને પરિચય તીર્થમાળાની અંતમાં સારી રીતે આવે છે. (જૂઓ પૃ. ૯-૧૦૦) આ તીર્થમાળામાં કવિએ કેવળ પૂર્વ દેશનાં જ તીર્થોનું વર્ણન નથી કર્યું, પરંતુ ગુજરાત, કાઠીયાવાડ અને મારવાડનાં તીર્થોનું પણું વર્ણન કર્યું છે. કવિના કથન પ્રમાણે આ યાત્રાની શરૂઆત આગરાથી સં. ૧૭૪૬ નું ચાતુર્માસ પુરૂં થયા પછી થયેલી છે – “કર્યો ચોમાસે સત્તર છયાલિસે શ્રીવિજ્યપ્રભ ગુરૂ આદેસઈ; આગરાથી શુભદિન સુભવાર જમુનાં ઉત્તરી આવ્યા પાર.” ૧૨
કવિએ આ યાત્રામાં સમેતશિખરની યાત્રા કરી પાછા વળી પટણમાં વિજયપ્રભસૂરિની આજ્ઞાથી માસું કર્યું છે. પછી - ૧ આ જયવિજયજીએ “કલ્યાણવિજ્યગણિ રાસ...સં. ૧૬૫૫ના આ સુદિ ૫ ના દિવસે બનાવ્યું છે. તે સિવાય “ભન સ્તુતિની ટીકા” (સં. ૧૬૪૧) અને “કલ્પદીપિકા પણ બનાવેલ છે. “કલ્પદીપિકાને ઉલ્લેખ તે કવિ ત્રષભદાસે પણ “હીરવિજયસૂરિરાસ” માં કર્યો છે –
“જસવિય જ્યવિજય પન્યાસ કલ્પદીપિકા કીધી ખાસ” પૃ. ૧૦૮ - હીરવિજયસૂરિ અકબરની મુલાકાતે ગયા, ત્યારે આ જયવિજયજી પણ તેમની સાથે જ ગયા હતા.