________________
એટલા માટે બાળક જ્યારે કોઈપણ વિષય સંબધે પ્રશ્ન કરે ત્યારે યથાશક્તિ તેને એગ્ય ઉત્તર વાળવાને આપણે પ્રયત્ન કરવા જોઈએ. બાળચિત નેને અભ્યાસ કરી તેના ઉત્તરે તૈયાર રાખવા એ પણ છે માતાઓના અનેક કર્તવ્યમાંનું એક છે.
પિલીંગ નામને વિદ્વાન કહે છે કે-“શું ? શા માટે? કયારે? કેવી રીતે? ક્યાં? અને કોણ ? એ નામના છ સન્મિત્રની મદદથી જ હું યત્કિંચિત્ | જ્ઞાન પ્રાપ્ત કરવા ફત્તેહમંદ થઈ શક્યો છું.” મતલબ એ છે કે જાણવાની ઈચ્છા હેવી એ જ્ઞાનપ્રાપ્તિમાં ; મુખ્ય સાધનરૂપ છે, એટલા માટે બાળકની જીજ્ઞાછેસાવૃત્તિ અકાળે દબાઈ ન જતાં સવિશેષ જાગૃત અને આ વિકસિત બને એજ આપણે પ્રયત્ન કરવો જોઈએ.
હેન! ભણવા-ગણવાની ખાતર બાળકોને ધમકાવવા એથી પણ હું વિરૂદ્ધ છું. પાંચ વર્ષની ઉમર મર થતાં સુધી બાળકોને આપણે પ્રેમથી–નેહથી) ભાવથી ગૃહેજ કેળવવાં જોઈએ. ઇગ્લાંડની માફક આપણુ દેશમાં હજી ન્હાનાં બાળકો માટે ચગ્ય વિઘાલય ખોલવામાં આવ્યાં નથી એટલે એ કામ તે આપણે પોતેજ સંભાળી લેવું જોઈએ. નિશાળની. હાલની પદ્ધત્તિ કેટલીકવાર બાળકોને એવા તે નિરૂપ ત્સાહ અને નિર્બળ બનાવી દે છે કે શિક્ષકેની કાર સજાઓ અને વાયે તેઓ મોટી ઉમરે પણ
૬૩