________________
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણયનો સમર્થક શ્રી અર્હતિથિભાસ્કર ].
૧૩
(૩૮) શ્રી સારવાર સંસ્કૃત પાઠશાલા, સલેમપુર, દેવરિયા' નામના વિદ્યાલયમાં પ્રધાન અધ્યાપક, વ્યાકરણાચાર્ય, સુપ્રસિધ્ધ પંડિત શ્રી દેવશરણ મિશ્રની સંમતિઃ
શ્રી જૈન સંઘમાં શ્રી ઉમાસ્વાતિજીએ રચેલા તરીકે પ્રસિધ્ધ એવું ક્ષ પૂર્વાવાળું વચન પંચાંગની પ્રમાણિતાને સહેજ પણ સંકોચ વિના ક્ષીણ-વૃધ પર્વતિથિઓની આરાધનાના દિવસની વ્યવસ્થા કરનારૂં છે, એવું અનિંદ્ય જૈન નિબંધોમાં વર્ણવેલું મળે છે. માટે કાશીના વિદ્વાનોને પ્રસ્તુત મત મને સહર્ષ માન્ય છે.” તા. ૭-૧-૫૦
દ, દેવશરણ મિશ્ર (૩૯) રાજસ્થાન જોધપુર રાજ્યથી રક્ષિત દરબાર મહાવિદ્યાલયમાં મુખ્ય સંસ્કૃત અધ્યાપક, વ્યાકરણ ચાર્ય-કાવ્યતીર્થ-સાહિત્યરત્ન એમ ત્રણ પદવીથી અલંકત પંડિતવર શ્રી સત્યનારાયણ મિશ્ર મહાશયની સંમતિ:--
તે તે સંપ્રદાયમાં પ્રમાણ તરીકે સ્વીકારાયેલું શુધ્ધ પંચાંગ બધી તિથિઓને જે પ્રવેશાદિકાલ પ્રમાણભૂત દર્શાવે, તેમાં સંકોચ (ફેરફાર ) ન થઈ શકે. આચાર્યવર્ય ઉમાસ્વાતિનું ક્ષણે પૂર્વોવાળું વચન ફીણવૃધ્ધ પર્વતિથિઓની આરાધનાને દિવસ માત્ર જણાવે છે; નહિ કે તિથિના પ્રવેશાદિકાળને ફેરવી નાખે છે. આ કાશીના વિદ્વાનોને શાસ્ત્ર-યુક્તિ-સિધ્ધ મત ખૂબ આદરણીય છે.” તા. ૧૧-ર-૧૦ ,
દ, સત્યનારાયણ મિશ્ર. (૪૦) લક્ષ્મણપુર (લખની)માં પ્રાંતીય મંત્રી–સ્થાન પર થતી પાઠ્ય પુસ્તક નિર્ધારણ પરિષદના સભ્ય, સંસ્કૃત-હિંદી ભાષાના મહાન અધ્યાપક, પં. શ્રી રામચંદ્ર માલવીય એમ. એ. ( M. .) વ્યાકરણશાસ્ત્રાચાર્યની સંમતિ –
પંચાંગ એ તિથિના પ્રવેશાદિ કાળને કહેનારૂં છે, પણ ધર્મશાસ્ત્ર તેવું નથી. અમુક વસ્તુને કહેનારનહિં કહેનાર શાસ્ત્રોમાંથી કહેનાર શાસ્ત્ર જ તે વસ્તુમાં પ્રમાણભૂત છે, એ શાસ્ત્રસિધાંત છે. સાથે જુદ આચાર્ય ઉમાસ્વાતિજીને પ્રષ, ધર્મશાસ્ત્ર રૂપ હોવાથી, ક્ષીણવૃધ્ધ પર્વ તિથિની આરાધનાનો દિવસ માત્ર નક્કી કરે, એ જ ઉચિત છે. પરંતુ નહિ કે પંચાંગે કહેલા પ્રવેશાદિકાળને ઉથલાવી નાખે. ફલતઃ આ પ્રામાણિક નિર્ણયથી વિરૂધ્ધ શ્રી સાગરાનન્દસૂરિજીને મત તત્ત્વશોધકોએ તજવા જેવો છે; જ્યારે આ પ્રામાણિક નિર્ણયને અનુકૂલ એ શ્રીરામચન્દ્રસૂરિજીને મત આદરવા જેવો છે.” લખનૌ. તા. ૧૨-૨-૫૦
દરામચંદ્ર માલવીય. શાસ્ત્રાર્થમહારથ પંડિત પ્રવર સ્વ. શ્રી વેણીમાધવ શુક્લ શર્માએ સ્થાપેલ કાશી-શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયમાં વિક્રમ સંવત ૨૦૦૬ના મહા સુદ પાંચમ સેમવારે ભેગા થયેલા અમેએ (અહિં નીચે સહી કરનાર વિદ્વાનેએ) તિથિઓના ક્ષય અને વૃદ્ધિને વિષય શાસ્ત્ર અને તેને અનુસરીને શાસ્ત્રાર્થ (વાદ) પદ્ધતિથી સારી રીતે વિચારી, આ પ્રમાણે નિર્ણય કર્યો છે કે –
તે તે સંપ્રદાયમાં પ્રમાણભૂત માનેલું શુદ્ધ ગણિતપર રચાયેલું ટીપણું જ તિથિઓના પ્રવેશાદિકાળ સંબંધમાં પ્રમાણ છે. તેમાં કોઈ અપવાદ નથી. માટે જે તિથિને જે પ્રવેશાદિકાળ પંચાંગમાં મળે, તેને કોઈ પણ રીતે ફેરવી શકાય નહિ.
પૂર્વાવાળું આચાર્ય ઉમાસ્વાતિના પ્રોષ તરીકે પ્રસિદ્ધિ પામેલું વચન, એ ક્ષીણદ્ધ પર્વતિથિઓની આરાધનાના દિવસનું (અર્થાત આરાધના કયા દિવસે કરવી એનું) વ્યવસ્થાપક માત્ર છે; પરંતુ પંચાગે બતાવેલ કાળમાં જરા ય ફેરફાર કરનારૂં નથી.
એક શાસ્ત્રના અસાધારણ (ખાસ) વિષયમાં બીજાં શાસ્ત્ર ફેરફાર ન જણાવી શકે ” એવો સર્વમાન્ય સિદ્ધાન્ત છે. તે હિસાબે ટીપણાના ખાસ વિષયભૂત તિથિ વગેરેના પ્રવેશાદિ સમયમાં ક્ષ પૂર્વાવાળું વચન, ધર્મશાસ્ત્ર રૂપ હોવા છતાં, માથું મારી શકે નહિ–આ પ્રમાણે જ શાસ્ત્ર અને સામાચારીને સંમત સુનિશ્ચિત સિધ્ધાન્ત છે, એવું જાહેર કરનાર અમે (અહિં નીચે સહી કરનાર) છીએ.......
(૪૨) મથુરાપ્રસાદ દીક્ષિત, મ. મહોપાધ્યાય (રાજગુરુ-સેલન સ્ટેટ, સિમલા, પંજાબ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org