________________
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન-સંગ્રહવિભાગ ઉપર જણાવેલા કાશીના ૧૭ વિદ્વાનોની સમિતિએ સમ્પાદિત કરેલ શ્રી અરિથિભાસ્કર નામને ગ્રન્થ તૈયાર થતાં, “શાસન જયપતાકા” નામની પુસ્તિકામાં જે વિદ્વાનેએ લેખિત સમ્મતિ આપી હતી, તે જ વિદ્વાનોમાંના અમુક વિદ્વાનેની પાસે શ્રી અસ્તિથિભાસ્કર ગ્રન્થ રજ કરવામાં આવ્યું. એવા છે જે વિદ્વાનોની સમક્ષ શ્રી અતિથિભાસ્કર ગ્રન્થ મૂકવામાં આવે, તે સર્વેને શ્રી અહત્તિથિભાસ્કર ગ્રન્થને તપાસતાં લાગ્યું કે-પતે શાસન જયપતાકા ગ્રન્થમાં સમ્મતિના જે હસ્તાક્ષરે આપી દીધા, તેમાં પિતાથી ભૂલ થઈ જવા પામી છે. આથી, એ વિદ્વાને, શ્રી અહત્તિથિભાસ્કર ગ્રન્થને પિતાની લેખિત સમ્મતિ સમર્પિત કરી, અને તેમાં તેમણે બહુ સ્પષ્ટતાથી, કયા કારણે શાસન જયપતાકાને સમ્મતિ આપવાની ભૂલ પિતાથી થઈ જવા પામી હતી, તેને પણ ઉલ્લેખ કર્યો. આ ઉપરાન્ત, કાશીના અને અન્યાન્ય નગરના બીજા પણ ઘણા પંડિત સમક્ષ શ્રી અહત્તિથિભાસ્કર ગ્રન્થ રજૂ કરવામાં આવ્યા અને તેઓએ પણ શ્રી અર્પત્તિથિભાસ્કર ગ્રન્થને સમ્મત કરતે પિતાપિતાને અભિપ્રાય લખી આપે.
પૂર્વે શાસન જયપતાકામાં જેમ તેમ હસ્તાક્ષર આપનારાઓમાંના મુખ્ય વિદ્વાનેાની અને બીજા વિદ્વાનેની શાસન જયપતાકાની વિરુદ્ધમાં અને અહત્તિથિભાસ્કરની તરફેણમાં સમ્મતિએ.”
–ઉપર જણાવેલા મથાળા નીચે, શ્રી અહત્તિથિભાસ્કર ગ્રન્થમાં, ઉક્ત વિદ્વાનોના અભિપ્રાયે પ્રગટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે તે વિદ્વાન મહાશયોને નામનિદેશાદિ પરિચય પણ આપવામાં આવ્યું છે, જેને ગુર્જર ભાવાનુવાદ વાંચકેની જાણ માટે આ નીચે આપવામાં આવે છે –
(1) કાશીમાં રાજકીય સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યક્ષ, સાહિત્યાચાર્ય, સાહિત્યવારિધિ, સાહિત્યવાચસ્પતિ આદિ અનેક બિરૂદ ધરાવનાર શ્રી કાશી વિદ્વત પરિષદના સભાપતિ મ. મ. પંડિતવર્ય શ્રી નારાયણ શાસ્ત્રી ખિસ્નેને અભિપ્રાય –
શ્રી મ. . પં. ચિન્મસ્વામી શાસ્ત્રીજીએ જૈનેના ચૌદશ, પૂર્ણિમાદિ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ સંબંધે, “શાસનજય પતાકા’ નામને નિબંધ લખી મને બતાવ્યું હતું. તે સમયે હું બીજા કાર્યમાં વ્યગ્ર હોવાથી એ નિબંધ મેં ઉપરથી જ જોઈને અને શાસ્ત્રીજી ઉપરના બહુમાનથી સહી કરી હતી. પણ હવે વિદ્વત-સમિતિએ સંકલિત કરેલે “અતિથિભાસ્કર” નામને નિબંધ જોયો. એમાં અનેક પ્રકારના પ્રાચીન જૈન ધર્મશાસ્ત્રોના પાઠોનો ઉલ્લેખ છે. એ વાંચી નિષ્પક્ષપાત દષ્ટિએ પરીક્ષા કરતાં મને “અહંત્તિથિભાસ્કરને પક્ષ જ તદ્દન યોગ્ય લાગે છે. પૂર્વે ઉપલેકથી કરેલી મારી સહી સંબંધે મને ઘણું દુઃખ થાય છે. ખરેખર ! ધાર્મિક જૈનેએ આરાધનામાં અહંત-તિથિભાસ્કરને પક્ષ જ લે જોઈએ, એમ હું માનું છું.” કાશી–પોષ સુદ ૫, વિ. સં. ૨૦૦૬
દ, નારાયણ શાસ્ત્રી ખિતે. (૨) કાશીના બિરલા સંત મહાવિદ્યાલયના અધ્યક્ષ, વૈયાકરણ-શિરોમણિ, દર્શન-ધર્મશાસ્ત્રાદિના પ્રકાષ્ઠ પંડિત, કાશીવિદકુલતિલક, સુપ્રસિધ્ધ યશસ્વી, ઉત્તમોત્તમ ગ્રંથોના રચયિતા પંડિત શ્રીમાન સભાપતિ શર્મોપાધ્યાયને અભિપ્રાય –
કેટલાક જૈન વિદ્વાનોએ દર્શાવેલ તિથિવૃદ્ધિ-ક્ષય-વિષયક જૈન ધર્મગ્રંથથી જાણીને, માનનીય પ્રિયવર શ્રી ચિનસ્વામીજીએ શાસનજયપતાકા નામના તે ક્ષયવૃદ્ધિની વ્યવસ્થા સંબંધી ગ્રંથનું નિર્માણ કર્યું. એ ગ્રંથને સંક્ષેપથી જ કિંચિત જોઈને, એમાં પિતાના મતને પિષક એવા હસ્તાક્ષર મેં કર્યા હતા, એવી મને સ્મૃતિ થાય છે. હવે જેને માન્ય પર્વતિથિની ક્ષયવૃદ્ધિની બાબતમાં વિસ્તૃત બે વ્યવસ્થાને મતભેદ નિબંધ રૂપે વિસ્તારથી જોઈને પરીક્ષા કરી. તેથી પૂર્વે કરેલા હસ્તાક્ષર ખરેખર જૈન ગ્રંથના રહસ્યને ન સમજવાથી થયા, એવું મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org