________________
...લવાદી ચર્ચાને અંગેના પરિશિષ્ટો 1.
३४७
[ તા. ૩૧-૧૨-૧૯૪૨ ના રોજ ખંડનની નકલની લેવડ-દેવડ સેમવારે કરવાનું જણાવ્યા પછી પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીને વિચાર બદલાયે અને પૂ. આચાર્ય દેવના મા. વ. )) ના શેઠ ક. લા. ઉપરના પત્રમાં જણાવ્યા મુજબ તા. ૫-૧-૧૯૪૩ ના રોજ તેમણે શેઠ કરતુરભાઈને નામે ખંડનની નાની લેવડ-દેવડ કરવાનો ઈન્કાર કર્યો. -સં. પૂ. આ. શ્રી વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મને શેઠ ક.લા. ઉપરને પત્ર:
પાલીતાણું, સાહિત્ય મંદિર, પિષ સુદિ ૪ વિજયરામચન્દ્રસૂરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ વેગ ધર્મલાભ સાથે જણાવવાનું કે-માગશર વદ ૦))ને લખેલે પત્ર મલ્યો હશે. ખંડનની નકલની નક્કી થયા મુજબ આચાર્ય શ્રી સાગરાનંદસરિએ ના પાડવાથી આપ-લે થઈ નથી, તે સંબંધમાં તાત્કાલિક ખુલાસાની અને ઘટિત થવાની જરૂર છે. એજ ધર્મની આરાધનામાં અવરિત ઉજમાળ રહે એજ એક અભિલાષા. પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. શેઠ કે. લા. ઉપરનો પત્ર:
જન સાહિત્ય મંદિર, પાલીતાણા પોષ સુદ. ૮ બુધ. વિજયરામચન્દ્રસૂરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ ધર્મલાભ સાથે લખવાનું જે-તમારો તા. ૯-૧-૪૩ નો લખેલે પત્ર ગઈ કાલે મલ્યો છે. તેના જવાબમાં જણાવવાનું કે
(૧) અમારા માગશર વદ )) ના પત્રમાં જણાવેલ નકલે પૈકી ત્રણ પદકની પ્રાચીન નકલે, વિ. સં. ૧૯૪૫ ના પંચાંગની નકલ અને આચાર્ય શ્રી નીતિસૂરિજીની આજ્ઞાથી ઉપાધ્યાય શ્રી દયાવિજયજીએ લખેલી ચોપડીની નકલ-એ પાંચ નકલે તમને ખુલાસે કરીને આપવામાં નથી આવી એવું મારા જાણવામાં આવ્યું છે. એ પાંચેય નકલો તેમ જ અમારા ૨૫ મુદ્દાઓને આશ્રયી અમોએ કરેલા અમારા ભન્તવ્યના સમર્થનમાં તથા તે પછી આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના નિરૂપણના અમોએ કરેલ પ્રતિવાદમાં જે જે જન શાસ્ત્રાદિના આધારે ટાંકવામાં આવ્યા છે તે ગ્રન્થ, તેને લગતી સમજૂતીના પત્ર સાથે મોકલવાની ગેટવણ કરેલ છે. જે તમોને પોષ સુદ પ્રથમ અગીઆરશને શુક્રવારે મળી જશે એમ લાગે છે. ' (૨) અમારો તા. ૩૧-૧૨-૪રના પત્ર પહેલાંનો માગશર સુદ ૯ ને પત્ર મળ્યેથી તમે એ જે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીને તેમના પૂરાવાઓની અમે તપાસવા માટે માગેલી મૂળ નકલે પૂરી પાડવી જોઈએ એમ સૂચવ્યું હતું તે ઠીક થાત.
(૩) ખંડનની નકલેની તા. ૩૧-૧૨-'૪૨ ના રોજ લેવડ–દેવડ કરવી અને તે પછી તા. ૧-૧-૪૩ ના રોજ પિતપતાનાં સઘળાં લખાણોની નકલો તમને મોકલી આપવી–આવી વાત તમારી રૂબરૂમાં જ નક્કી થઈ હતી, છતાં આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ તમારા નામે ખંડનની નકલેની લેવડદેવડ કરવાની ના પાડી એ ઠીક થયું નથી. ખંડનની નકલમાં અને રજૂ કરેલા પૂરાવાઓની મૂળ નલો બાબતમાં એક-બીજાથી છૂપાવવા જેવું વરતુતઃ કાંઈ હોય જ નહિ તેમ જ તેની પૂરતી માહિતી મેળવ્યા વિના તથા તપાસ કર્યા વિના ખુલાસા પણ થઈ શકે નહિ, એથી નક્કી ન થયું હોય તેમ નકલ આપવી-લેવી જઈ એ—એને બદલે નક્કી થયા છતાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ના પાડી એ ઓછું શેરનીય નથી. તમે જે ગૃહસ્થને લાવો તેમને સમય બરબાદ ન થાય અગર તેમને ફરી ધક્કો ખાવાનું ઉભું ન રહે એ માટે તમે અગાઉથી આ સંબંધમાં ઘટતું કરો એમ અમે ઈચ્છીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org