________________
૩૩.
[ જૈન દૃષ્ટિએ તિથિશ્વિન અને પર્વાંરાધન... બનવા પામે એવી શકયતા જણાય નહિ, એવી દરેક રીતિએ સુશ્રાવક્ર કસ્તુરભાઈની દરમ્યાનગીરીથી થર્ચા કરવાને હું તૈયાર છું.
અંગત વિચારણા માટે ય તૈયાર.
ચર્ચા કરવી ન હેાય અને સમજી-સમજાવીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય, તે તેમાં પણ મને વાંધો નથી. પહેલાં કે પછી, કશા જ આડંબર કર્યાં વિના, ખાનગીમાં, શાસ્ત્રાધારાપૂર્વક જે કાઈ સમુદાયના આગેવાનને આ પ્રશ્નની વિચારણા કરવી હોય, તે બે મતે જણાવે, તે તેમને મળીને વિચારણા કરવાને પણ હું તૈયાર છું. અમારી ખાત્રી છે કે–અમારી માન્યતા શાસ્ત્રસમ્મત જ છે. સામા પણ કદાચ એમ કહે. એટલે બન્નેને નિર્ણય એ હોવા જોઈ એ કે–એક બીજા તરફથી અપાતા આધારાને જોવા છે, એનેા તાલ કરવા છે અને જે માન્યતા શાસ્ત્રસમ્મત લાગે તે સ્વીકારવી છે. વિચાર કરવાને એકલા જ બેસીએ. સાથે એયને પ્રતિજ્ઞા !–જે કાંઈ વાત થાય તે જો બન્ને સમ્મત થઈ એ તેા જ બહાર મૂકીએ, નહિ તા જીંદગીમર શી વાત થઈ તે કેમ વાત થઈ એ વિષે કોઈને ય કાંઈ જણાવીએ નહિ. એવી પ્રતિજ્ઞા જો કરીએ નહિ, અથવા એવી પ્રતિજ્ઞાને કરવા છતાં પાળીએ નહિ, તો વિક્ષેપ વધે જ.
બધાએ સાથે બેસીને નિર્ણય કરવા હાય તા
હવે ધારા કે—ચર્ચા ય કરવી નથી અને આવી રીતિએ ખાનગીમાં બેસીને ય વિચારણા કરવી નથી, છતાં પણ મનમાં જો એમ હોય કે− આ પ્રશ્નનું શાસ્ત્રધારા પૂર્વકનું વ્યાજબી નિરાકરણ આવી જાય ! સારૂં' તેા એનેા પણ ઉપાય નથી એવું તે નથી જ. આજે કેટલાકો કહે છે કે બધા ભેગા થઈ તે એસા, વાતો કરે, એક-બીજાની વાતનેા ખૂલાસા કરે અને એમ કરીને સર્વીસમ્મત નિર્ણય ઉપર આવેા. ' આવી કોઈ ગાઠવણ કરવાની મરજી હોય, તો એ બાબતમાં શુ કરવુ જોઈ એ, એ પણ જણાવી દઉં. શાસ્ત્રસમ્મત નિય સર્વસમ્મત બને, એ માટે જે કાઈ યેાગ્ય ઉપાયા હોય, તેમાં સાથ આપવાને માટે અમે સદા તૈયાર રહ્યા છીએ અને હજી પણ એ માટે તૈયાર જ છીએ; માત્ર વાત એટલી જ છે કે હરકોઈ ઉપાય એવી રીતિએ અમલમાં મૂકવા જોઈ એ કે—એ ઉપાયને અમલ કરતાં અન્ય કોઈ વિક્ષેપ ઉભા થવા પામે નહિ અને આ પ્રશ્નનુ છેવટ કદાચ ન પણ લાવી શકાય, તો ય આ પ્રશ્નને અંગે કોઈ પણ પ્રકારે વિક્ષેપ વધવા પામે નહિ. પરિણામ આવે તેા સારૂ જ પરિણામ આવે, પણ અત્યારે જે સ્થિતિ છે તેમાં કોઈ વિક્ષેપ વધે એવુ* તો બને જ નહિ, એટલી તકેદારી રાખવી જોઈએ. એટલે કહેવુ પડે છે કે આજે એમ ને એમ બધા ભેગા થઈ તે બેસીએ, વાતા કરીએ અને શાસ્ત્રસમ્મત નિર્ણયને સર્વસમ્મત બનાવીને વિક્ષેપને ટાળી શકીએ, એવી સ્થિતિ દેખાતી નથી. એનાથી તેા ઊલટુ· ધણુ* અનિષ્ટ પરિણામ જન્મવાની ખૂબ જ આશંકા રહે છે. એનું કારણ કહેવાથી પણ વિક્ષેપ વધવાના સંભવ છે, માટે એનું કારણ કહેતા નથી. એટલે જો આવી રીતિએ સૌએ મળીને વાત કરવી હોય, તે પશુ અત્યારના સંયોગામાં સુશ્રાવક કસ્તુરભાઈની દરમ્યાનગીરી સ્વીકારવી આવશ્યક લાગે છે. એ માટે પહેલાં તે સૌએ સુત્રાવક કસ્તુરભાઈ ને એવા પ્રકારની લેખિત કબૂલાત આપવી જોઈ એ કે− આ પ્રશ્નને અંગે અત્યાર સુધીમાં અમે જે કાંઈ કર્યુ છે, કરીએ છીએ અને માનીએ છીએ, તેને અંગે કશા જ પૂર્વગ્રહ રાખીશું નહિ. બધા પૂથ્રડને છોડી દઈ ને કોઈ વાતા શાસ્ત્રાધારથી નવેસરથી નિર્ણય કરવાને બેઠા હાઈ એ, એ રીતિએ અમે આ પ્રશ્નને અંગે વિચારણા કરીશું. અમારી પાસેના શાસ્ત્રાધારા અમે રજૂ કરીશું અને ખીજાએ જે શાસ્ત્રધારાને રજૂ કરશે તે જોઈશું. પછી દિલ ખોલીને વાત કરીશું. સઘળા ય ભગવાનના સાધુ છીએ, એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org